પાકિસ્તાની એરફોર્સમાં ઉથલ પાથલ, ટોચના 13 અધિકારીઓનુ કોર્ટ માર્શલ થતા ખળભળાટ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
પાકિસ્તાની એરફોર્સમાં ઉથલ પાથલ, ટોચના 13 અધિકારીઓનુ કોર્ટ માર્શલ થતા ખળભળાટ 1 - image

image : Socialmedia

ઈસ્લામાબાદ,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

પાકિસ્તાનની એરફોર્સમાં ભારે ઉથલ પાથલ મચી છે. એરફોર્સના ટોચના 13 અધિકારીઓનુ કોર્ટ માર્શલ કરવામાં આવ્યુ હોવાની જાણકારી સામે આવી છે.

આ તમામ અધિકારીઓ પર વાયુસેનાના ચીફ ઝહીર બાબર સિધ્ધુ સામે ભ્રષ્ટાચારનો ખુલાસો કરવાનો આરોપ મુકાયો છે. આ 13 પૈકી સાત અધિકારીઓ તો નિવૃત્ત પણ થઈ ગયા હોવાનુ કહેવાય છે. જોકે આ તમામની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એર માર્શલ અહેસાન રફીક, એર માર્શલ તારિક ઝિયા અને નિવૃત્ત એર માર્શલ જાવેદ સઈદનો પણ સમાવેશ થાય છે. આ એ જ જાવેદ સઈદ છે જેમના નેતૃત્વમાં પાકિસ્તાને બાલાકોટ એરસ્ટ્રાઈકનો બદલો લેવા માટે પોતાના વિમાનોને ભારતની સરહદમાં મોકલ્યા હતા.

જાવેદ સઈદની વાયુસેનાએ ધરપકડ કરીને તેમની સામે તરત કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાની વાયુસેનાના ચીફના ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરવાના ભરપૂર પ્રયાસો થયા હતા પણ આખરે આ વાત મીડિયામાં લીક થઈ ગઈ હતી. એ પછી પાકિસ્તાની એરફોર્સે તપાસ શરુ કરી હતી અ્ને તેમાં 13 અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.

જોકે આ મામલામાં તો ઉલટાનુ ચોર કોટવાળને દંડે..તેવુ થયુ છે. કારણકે આ 13 અધિકારીઓ પર ભ્રષ્ટાચારની જાણકારી લીક કરવાના આરોપસર કાર્યવાહી થઈ હોવાનુ મનાય છે.

પાકિસ્તાનમાં એવો ગણગણાટ છે કે, પાકિસ્તાની વાયુસેના પ્રમુખ પોતાનો કાર્યકાળ વધારવા માંગે છે અ્ને આ માટે પોતાના વિરોધી અધિકારીઓને અત્યારથી કટ ટૂ સાઈઝ કરી રહ્યા છે.

પાકિસ્તાની વાયુસેના ચીફ પર હથિયારોની ખરીદીમાં ગોટાળા કરવાનો આરોપ લાગ્યો હતો. તેમના પર મોંઘુદાટ ઘર અને ગાડીઓ ખરીદવાનો આક્ષેપ પણ થયો છે. સાથે સાથે વાયુસેનાના કાબેલ અધિકારીઓને તેમણે મહત્વ વગરની પોસ્ટ પર ટ્રાન્સફર કરી દીધા હોવાનુ પણ તેમના વિરોધીઓ કહી રહ્યા છે.


Google NewsGoogle News