UNSCમાં પાકિસ્તાને ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે કહ્યું- તમે જવાબને લાયક જ નથી

તમામ પ્રકારના આતંકવાદી કૃત્યો ગેરકાયદેસર અને અયોગ્ય : અમેરિકન વિદેશ મંત્રી

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
UNSCમાં પાકિસ્તાને ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે કહ્યું- તમે જવાબને લાયક જ નથી 1 - image
Image : IANS

UNSC meeting on Israel-Gaza war : આંતરરાષ્ટ્રીય મંચો (international forums) પર પાકિસ્તાન અવારનવાર કાશ્મીર મુદ્દા (Kashmir issue)નો ઉલ્લેખ કરતું રહે છે અને દર વખતે મોટાભાગના ફોરમમાં ભારત તરફથી આકરા પ્રહારો સાથે જવાબ આપવામાં આવે છે ત્યારે ફરી એકવાર સુરક્ષા પરિષદની (UNSC meeting) બેઠક દરમિયાન પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે તેનો જવાબ ન આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતે કહ્યું કે પાકિસ્તાને ઉઠાવેલા આ પ્રશ્નનો જવાબ આપવાને લાયક નથી કે ન તો ભારત આ મુદ્દે જવાબ આપીને મામલાને (escalate the matter) વધારવા માંગે છે. 

પાકિસ્તાનના પ્રતિનિધિએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો

ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (United Nations Council)માં ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ (ongoing conflict) અને તેના કારણે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી સ્થિતિને લઈને ચર્ચા (being discussed) ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનના પ્રતિનિધિ મુનીર અકરમે (Munir Akram) કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે ભારત તરફથી નાયબ સ્થાયી પ્રતિનિધિ આર રવિન્દ્ર (R Ravindra)એ કહ્યું હતું કે પાકિસ્તાન પ્રતિનિધિમંડળ તરફથી ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો (Union Territories) પર ટિપ્પણી કરી હતી જે ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. આર રવિન્દ્રએ કહ્યું હતું કે હું આ ટિપ્પણીઓને એવી રીતે જ અવગણીશ જેના તેઓ લાયક છે અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિક્રિયા આપીને તેને વધુ ખરાબ કરવા માંગતો નથી.

અમેરિકી વિદેશ મંત્રીએ મુંબઈ 26/11 હુમલાનો કર્યો ઉલ્લેખ

આ પહેલા અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંક (Antony Blinken)ને સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું હતું કે તમામ પ્રકારના આતંકવાદી કૃત્યો ગેરકાયદેસર (terrorism are illegal) અને અયોગ્ય છે, પછી ભલે તે લશ્કરે-એ-તૈયબા (Lashkar-e-Taiba) દ્વારા મુંબઈના લોકોને નિશાન બનાવીને અંજામ આપ્યો હોય કે પછી હમાસ દ્વારા કિબુત્ઝ બેરીમાં લોકોને નિશાન બનાવ્યા હોય. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં વર્ષ 2008માં 26/11ના હુમલામાં (attack in Mumbai) લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન સામેલ હતું. ભારતે આ અંગે પાકિસ્તાનને ઘણા પુરાવા આપ્યા હતા પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

UNSCમાં પાકિસ્તાને ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે કહ્યું- તમે જવાબને લાયક જ નથી 2 - image


Google NewsGoogle News