વિશ્વની સૌથી ખતરનાક સરહદ ‘ડુરાન્ડ લાઈન’ પર તાલિબાન-પાકિસ્તાન વચ્ચે તણાવ, બ્રિટિશ ભારત સાથે છે કનેક્શન
Afghanistan-Pakistan War : પાકિસ્તાનની એરસ્ટ્રાઈક અને અફઘાનિસ્તાનની ધમકી બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ ઊભો થઈ ગયો છે. અફઘાનના તાલિબાન લડવૈયા ડુરાન્ડ લાઈન ક્રોસ કરીને પાકિસ્તાનમાં ઘૂસી ગયા છે અને પાકિસ્તાની સેનાની ચોકીઓને નિશાન બનાવી રહ્યા છે. તેઓ ચોકીઓ પર બોંબ ઝીંકી રહ્યા છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે તણાવ કેમ વધ્યો, તેનો પણ લોહિયાળ ઈતિહાસ છે. બંને દેશો વચ્ચે બબાલનું મુખ્ય કારણ ‘ડુરાન્ડ લાઈન’ સરહદ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ સરહદ ભારત-અફઘાનિસ્તાને બનાવેલી છે. તેમજ આ સરહદ પર અનેક વાર લોહિયાળ જંગ છેડાઈ ચુક્યા છે. તો આપણે જાણીએ ‘ડુરાન્ડ લાઈન’ સરહદનો ઈતિહાસ...
બંને દેશો વચ્ચે ‘ડુરાન્ડ લાઈન’ મુદ્દે વર્ષોથી વિવાદ
વાસ્તવમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ‘ડુરાન્ડ લાઈન’ સરહદ મુદ્દે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે અને બંને દેશો વચ્ચે અવારનવાર હુમલાઓ, એરસ્ટ્રાઈક, બોંબમારો થતા રહે છે. તાજેતરમાં પણ પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી 51 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, ત્યારબાદ અફઘાનિસ્તાને બદલો લેવાની ધમકી આપી અને પાકિસ્તાન પર શનિવારે (28 ડિસેમ્બર) હુમલો કરી 19 સૈનિકો ઠાર કર્યા હતા અને તેની બે ચોકી પણ કબ્જે કરી લીધી છે. અફઘાનિસ્તાનની આ હિંમતથી પાકિસ્તાન દંગ રહી ગયું છે. તાલિબાની લડાકુઓના હુમલાના લીધે સ્થિતિ એવી આવી છે કે પાકિસ્તાની લશ્કરે પાછું પડવું પડયું છે.
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ ખોવારજામીએ ડુરાન્ડ લાઈન અંગે કહ્યું છે કે, ‘અમે આ વિસ્તારને પાકિસ્તાનનું હોવાનું માનતા નથી.’ અફઘાનિસ્તાન ડુરાન્ડ લાઈનને હાઈપોથેટિકલ લાઈન પણ કહે છે, જે 1947થી પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ છે. જોકે અફઘાનિસ્તાને ડુરાન્ડ લાઈનને સત્તાવાર માન્યતા આપી નથી.
આ પણ વાંચો : ડુરાન્ડ લાઇન વટાવી પાકિસ્તાનમાં ઘૂસ્યા અફઘાની લડાકુઓ, આમને-સામને હવે આરપારની લડાઈ શરુ
ડુરાન્ડ લાઈન શું છે ?
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની 2640 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદનું નામ ‘ડુરાન્ડ લાઈન’ છે. આ લાઈન પશ્તુન આદિવાસી વિસ્તારમાંથી અને દક્ષિણમાં બલૂચિસ્તાનમાંથી પસાર થાય છે. આ રીતે તે પશ્તુન અને બલોચને બે દેશોમાં વિભાજીત કરીને પસાર થાય છે. આ સરહદની ભયાનક વાત એ છે કે, અહીં અનેક વખત લોહિયાળ જંગ ખેલાયા છે. અહીં બંને દેશો વચ્ચે અનેક વખત મારધાળ અથડામણ થઈ છે. આ ઉપરાંત પશ્તુન અને બલોચ વચ્ચે પણ અનેક વખત વિવાદો થયેલા છે, તેથી આ સરહદને વિશ્વની સૌથી ખતરનાક સરહદ માનવામાં આવે છે.
બ્રિટિશ ઈન્ડિયાના ચીફ સર્વેયર ડુરાન્ડ લાઈન બનાવી
વાસ્તવમાં બ્રિટિશોએ દક્ષિણ એશિયામાં પોતાના હિતોનું રક્ષણ કરવા માટે ડુરાન્ડ લાઈન બનાવી હતી. બંને દેશોની સરહદો આંકતી આ ડુરાન્ડ લાઈન, બ્રિટિશ ઈન્ડિયા સમયે એટલે કે 1893માં અખંડ હિન્દુસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બ્રિટિશ ઈન્ડિયા ચીફ સર્વેયર ડુરાન્ડ બનાવી હતી. તે વખતે ગુલામ ભારતના વિદેશ સચિવ સર હેનરી ડુરાન્ડના નામ પરથી ડુરાન્ડ લાઈન નામ રખાયું છે. તે સમયે બ્રિટિશરોએ તત્કાલીન અફઘાનિસ્તાનના શાસક અબ્દુલ રહમાન સાથે મળીને આ લાઈન બનાવી હતી. બ્રિટને પોતાના હિતોનું રક્ષણ કરવા માટે રહમાનને અફઘાનિસ્તાનનું શાસન સોપ્યું હતું. મોટાભાગની ડુરાન્ડ લાઈન પાકિસ્તાનમાંથી પસાર થાય છે.
આ પણ વાંચો : પાકિસ્તાન પર કહેર બનીને તૂટી પડ્યા તાલિબાનો, 2 ચોકીઓ પર કર્યો કબજો, 19 સૈનિકો પણ માર્યા
ડુરાન્ડ લાઈન બનાવવાની જરૂર કેમ પડી ?
તે વખતે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સરહદ આંકવા માટે ડુરાન્ડ લાઈન બનાવવામાં આવી હતી. તે સમયે પાકિસ્તાન ભારતમાં સામેલ હતું. આ ઉપરાંત બ્રિટિશ સામ્રાજ્યે પૂર્વ રશિયાની વિસ્તારવાદી નીતિથી બચવા માટે અફઘાનિસ્તાનનો બફર ઝોન તરીકે ઉપયોગ કર્યો હતો. ડુરાન્ડ લાઈન બનાવવામાં આવી, ત્યારે સ્થાનિક જનજાતિઓ અને ભૌગોલિક પરિસ્થિતિઓનું પણ ધ્યાન રખાયું ન હતું. આ જ કારણે અહીં અવારનવાર અથડામણ ચાલી રહી છે.
બ્રિટિશરો પશ્તુનો લોકો વચ્ચે ભાગલા પાડ્ચાનો આક્ષેપ
ડુરાન્ડ લાઈન પાસે બે મુખ્ય જનજાતિઓ રહે છે, જેમાં પંજાબી અને પશ્તુન છે. મોટાભાગના પંજાબી અને પશ્તુન સુન્ની મુસ્લિમ છે. પંજાબીઓ પાકિસ્તાનમાં સૌથી મોટો વંશીય સમૂહ છે, જ્યારે પશ્તુન અફઘાનિસ્તાનમાં સૌથી મોટો જનજાતીય સમૂહ છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પાસે રહેતા પશ્તુનોનો આક્ષેપ છે કે, આ સરહદના કારણે તેમના ઘરોના ભાગલા પડી ગયા છે. તેઓ દાયકાઓથી આ વિસ્તારમાં પોતાના પરિવાર અને કબીલા સાથે રહેતા હતા. પરંતુ બ્રિટિશરોએ યોજના ઘડી પશ્તુન પ્રભુત્વ ધરાવતા વિસ્તારો વચ્ચે રેખા ઉભી કરી દીધી, જેના કારણે પશ્તુનોના બે દેશોમાં ભાગલા પડી ગયા.
આ પણ વાંચો : પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદ પર તોપોની ગર્જના, TTPએ બદલો લીધો
ડુરાન્ડ લાઈન પર બંને દેશોનો દાવો
ઉલ્લેખનીય છે કે, જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા છે, ત્યારથી ડુરાન્ડ લાઈન પર તણાવ વધી ગયો છે. તાલિબાન આ રેખાને અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન માને છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને આના પર દાવો કરે છે. અહીંથી જ તાલિબાન સમર્થિત આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં હુમલા કરતા રહે છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધે છે. તાલિબાને 2021માં અફઘાનિસ્તાનમાં હુમલો કરીને તક્યાં કબજો જમાવ્યો છે. ત્યારથી પાકિસ્તાને ડુરાન્ડ લાઈનને માન્યતા આપવા માટે કાબુલમાં મૈત્રીપૂર્ણ સરકારની અપેક્ષા રાખી હતી.