પાકિસ્તાન 60 ટકા ખાલી જગ્યા રદ કરીને દોઢ લાખ નોકરી નાબુદ કરી
- ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા પગલુ ભરશે
- પાક સરકાર જૂન 25 સુધીમાં 80 વિભાગોને ભેગા કરીને 40 બનાવશે
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના નાણાપ્રધાન મુહમ્મદ ઔરંગઝેબે મંગળવારે જાહેરાત કરી હતી કે ફેડરલ સરકારે કોસ્ટકટીંગ અને કાર્યક્ષમતા અભિયાનના ભાગરૂપે દોઢલાખ નોકરીઓ નાબુદ કરીને સંલગ્ન એજન્સીની સંખ્યા અડધી કરવાનો નિર્ણય કર્યો છે.
ઓરંગઝેબે જણાવ્યું હતું કે અમે ફેડરલ સરકારની સાઇઝમાં તબક્કાવાર ઘટાડો કરીશું. જેમાં ૮૦ વિભાગોને ૪૦ વિભાગમાં એકિકૃત કરવામાં આવશે, આ કામગીરી જૂન ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષાંક રાખવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યુ હતું કે ૬૦ ટકા ખાલી જગ્યાઓ રદ કરવામાં આવી છે જે ૧,૫૦૦૦૦ નોકરી બરાબર છે.
તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શહબાજ શરીફના નેતૃત્વમાં રચાયેલી સમિતિ દ્વારા ૨૦૨૪ના મધ્યમાં ખર્ચ પર અંકુશ લાવવા અને પ્રદર્શન સુધારવા માટે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે સમિતિને ૪૩ મંત્રાલયો અને તેમની એજન્સીઓ પર કામ કરવાનું હતું આ વિભાગનો વાર્ષિક ખર્ચ ૯૦૦ અબજ છે.
મુહમ્મદ ઔરંગઝેબે કહ્યું હતું કે સરકારે શરૂઆતમાં જે ૬ મંત્રાલયો રાઇટ-સાઇઝીંગ માટે પસંદ કર્યા હતા તેમાં કાશ્મીરી એફેર્સ અને ગિલગીટ બાલ્ટિસ્તાન, સ્ટેટ્સ અને ફ્રન્ટિયર રિજન (સેફ્રોન), આઇટી અને ટેલિકોમ, ઇન્ડસ્ટ્રીઝ અને રીપ્રોડકશન, નેશનલ હેલ્થ સવસીસ અને કેપિટલ ડેવલોપમેન્ટ ઓથોરિટીનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યુ હતું કે કાશ્મીર બાબતોનું મંત્રાલય, ગિલગિટ- બાલ્ટિસ્તાન અને સેફ્રોનનું વિલિનિકરણ કરવામાં આવી રહ્યું છે જ્યારે કેડ નાબૂદ કરવામાં આવી રહ્યું છે.