પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં સુરક્ષાદળોના વાહનો પર આતંકી હુમલો, 14 સૈનિકોના મોત
image : Twitter
ઈસ્લામાબાદ,તા.4 નવેમ્બર 2023,શનિવાર
બલૂચિસ્તાનના ગ્વાદરમાં સુરક્ષાદળોના વાહનો પર આતંકીઓએ કરેલા હુમલામાં 14 સૈનિકોના મોત થયા છે.
પાકિસ્તાનની સેનાએ આ બાબતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, સુરક્ષા દળોના વાહનો પર આતંકીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. વાહનોનો કાફલો ગ્વાદર જિલ્લામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બે વાહનો આતંકીઓની ચપેટમાં આવ્યા હતા. જેમાં 14 સૈનિકોના મોત થયા છે. સમગ્ર વિસ્તારમાં આતંકીઓે શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.
પાકિસ્તાની સેનાનુ કહેવુ છે કે, અમે સૈનિકોનુ બલિદાન વ્યર્થ નહીં જવા દઈએ. દેશમાંથી આતંકવાદ ખતમ કરવા માટે અમે પ્રતિબધ્ધ છે.
ઉલ્લેખનિય છે કે, બલૂચિસ્તાનમાં અલગાવવાદીઓ દ્વારા અવાર નવાર પાકિસ્તાનની સેના પર હુમલા કરવામાં આવે છે. અહીંયા ચીન દ્વારા ચલાવાઈ રહેલા પ્રોજેકટો સામે લોકોમાં અસંતોષ છે. ઓગસ્ટ મહિનામાં પણ અહીંયા આતંકી હુમલો થયો હતો અને તે વખતે ચીનના એન્જિનિયરોના કાફલાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. જેમાં ચીનના ચાર નાગરિકો અને પાકિસ્તાનના નવ સૈનિકોના મોત થયા હતા.