PM મોદીને શરીફે આપી શુભેચ્છા, તો સંરક્ષણ મંત્રીએ કહ્યું- ‘યે મહોબ્બત કા પૈગામ નહીં, મજબૂરી હૈ’
Pak PM Shahbaz Sharif Congratulates PM Modi: નરેન્દ્ર મોદીએ રવિવારે (નવમી જૂન) ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ચૂંટણી જીત્યા બાદથી તેમને ખૂબ અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા છે, પરંતુ અભિનંદન આપ્યાના થોડા સમય બાદ પાકિસ્તાનનું પોત પ્રકાશ્યું. શાહબાઝના અભિનંદનને લઈને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે, 'અભિનંદન સંદેશને પ્રેમનો સંદેશના ગણવો જોઈએ પરંતુ રાજદ્વારી મજબૂરીના કારણે પીએમ મોદીને અભિનંદન આપવામાં આવ્યા છે.'
પાક. સંરક્ષણ મંત્રીના પીએમ મોદી પર પ્રહાર
પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલમાં પાક. સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે, 'આ સંદેશ એક ઔપચારિક સંદેશ છે. તે રાજદ્વારી મજબૂરી છે. અમે તેમને (વડાપ્રધાન મોદી)ને પ્રેમનો સંદેશ મોકલ્યો નથી. તેમની સમગ્ર રાજકીય કારકિર્દી મુસ્લિમો વિરુદ્ધ રહી છે. જ્યારે શાહબાઝ શરીફ જીત્યા ત્યારે તેમણે અમને અભિનંદન આપ્યા, તેથી જ અમે તેમણે અમને અભિનંદન આપ્યા'
શાહબાઝ શરીફે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા
લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ રવિવારે નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા. પીએમ મોદીના ત્રીજી વખત વડાપ્રધાન બનવા પર દુનિયાભરના નેતાઓ અભિનંદન આપી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે 'X' પર લખ્યું, 'ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન.'
પાકિસ્તાનની સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વડા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે 'X' પર લખ્યું કે, ત્રીજી વાર પદ સંભાળવા માટે મોદીજીને મારા હ્યદરપૂર્વક અભિનંદન. ચૂંટણીઓમાં તમારા પક્ષની સફળતા દર્શાવે છે કે જનતાને તમારા નેતૃત્વમાં વિશ્વાસ છે. આપણે નફરતને આશામાં ફેરવીએ અને દક્ષિણ એશિયાના બે અબજ લોકોના ભાગ્યને આકાર આપવાની તકનો લાભ લઈએ.'