Get The App

પાકિસ્તાનમાં મોટી હલચલ, મહત્ત્વના સ્થળો પર સેના તહેનાત, ‘હૈમર સ્ટ્રાઈક’ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાનમાં મોટી હલચલ, મહત્ત્વના સ્થળો પર સેના તહેનાત, ‘હૈમર સ્ટ્રાઈક’ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો 1 - image


India-Pakistan Tension : પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ પહલગામમાં 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી મોટી ભુલ કરી હોય તેવી સ્થિતિ પાકિસ્તાનમાં જોવા મળી રહી છે. ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવવાની સાથે આગામી રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે, જેના કારણે યુદ્ધના ભયથી પાકિસ્તાનમાં મોટી હલચલો શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાની સેનાએ સરહદ પર પોતાની પ્રવૃત્તિઓ વધારી દીધી છે.

પાકિસ્તાનમાં સેનાની દોડધામ

સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની સેનાએ પાછળના અને વચ્ચેના વિસ્તારોમાંથી સેનાની ટુકડીઓને હટાવી મહત્ત્વનો સ્થળો પર મોકલવાની શરૂ કરી દીધી છે. પાકિસ્તાનની આર્ટિલરી રેજિમેન્ટને સિયાલકોટથી શકરગઢ તરફ મોકલવાની આવી છે. આ ઉપરાંત લાહોર પાસે પણ સેનાની મોટી હલચલ જોવા મળી છે. અહીં તહેનાત સિંધ રેજિમેન્ટને એલઓસી પાસે ખસેડવામાં આવી રહી છે. પાકિસ્તાને ભારતીય સેનાની હરકતો પર નજર રાખવા માટે આ ઉથલપાથલ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર્ચા

પાકિસ્તાની સેનાની સરહદ પર ચાંપતી નજર

હૈમર સ્ટ્રાઈક નામથી ખારિંયા ક્ષેત્રમાં મોટું સૈન્ય અભ્યાસ ચાલી રહ્યું હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ ક્ષેત્ર જમ્મુ સેક્ટરની ઠીક સામે આવેલું છે. પાકિસ્તાની સેનાએ પોતાના સૈનિકોની તૈયારીઓને ઓળખને પારખવા માટે આ અભ્યાસોની શરૂઆત કરી દીધી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે.

LoC અને ઈન્ટરનેશનલ બોર્ડર પર સેના સતર્ક

ભારત પાકિસ્તાની સેનાની સૈન્ય પ્રવૃત્તિઓને ગંભીરતાથી લઈ રહ્યું છે. સુરક્ષા એજન્સિઓ સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. સેનાને એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતર્ક રહેવા કહેવાયું છે. બંને દેશો વચ્ચેની સ્થિતિ વધુ સંવેદનશીલ થઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો : પહલગામ મામલે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- 'કાર્યવાહીનો સમય અને ઠેકાણા સેના નક્કી કરશે'

Tags :