પેજર-વોકીટોકી બ્લાસ્ટના લીધે ઇરાનમાં ડર ફેલાયો
- લશ્કરી જવાનોના બધા જ ગેઝેટ્સ ચકાસાશે
-રિવોલ્યુશનરી ગાર્ડને બધા જ કમ્યુનિકેશન ડિવાઇસનો ઉપયોગ ના કરવાની સૂચના
તહેરાન : હીઝબુલ્લાહના આતંકવાદીઓ પર ઇઝરાયેલના પેજર અને વોકીટોકી બ્લાસ્ટને લઇને ઇરાન પોતે ડરમાં છે. ઇરાનના લશ્કર એટલે કે ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ (આઇઆરજી)એ તેના બધા જ સભ્યોને કોઈપણ પ્રકારનું કમ્યુનિકેશન ડિવાઇસ ઉપયોગમાં ન લેવાની સલાહ આપી છે.
આ ઉપરાંત ઇરાને આઇઆરજી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા બધા જ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસની તપાસ શરૂ કરાવી દીધી છે, જેથી તેને ત્યાં આ પ્રકારનો હુમલો ન થાય. આ જાણકારી ઇરાનના સુરક્ષા અધિકારીઓએ આપી હતી. તેની સાથે તેણે જણાવ્યું હતું કે અહીં મોટાભાગના ડિવાઇસીસ ઘરોમાં જ બનાવવામાં આવ્યા છે. આ સિવાયના ડિવાઇસ રશિયા અને ચીનથી આયાત કરવામાં આવ્યા છે.
આઇઆરજીના જવાનો પાસે જેટલા પણ ગેઝેટ્સ છે તેને જમા કરાવી તેની તલસ્પર્શી ચકાસમી કરવામાં આવી રહી છે. તેમા પણ ખાસ કરીને ઊંચી રેન્કવાળા અધિકારીઓ અને મિડલ લેવલના અધિકારીઓ તથા જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતા ડિવાઇસીસની ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે. આનું કારણ ેએ છે કે ઇઝરાયેલી એજન્ટ ઘૂસણખોરી કરીને ઇરાની સૈનિકો સાથે હીઝબુલ્લાહની જોડે કર્યુ છે તેવું ન કરી શકે.