પાકિસ્તાનના મિયાવાલીમાં PAF બેઝ પર હુમલો, 3 ફાઈટર પ્લેન સળગાવ્યા, ત્રણ આતંકવાદીઓ ઠાર
Major terror attack in Pakistan : પાકિસ્તાનમાં ફરી આતંકવાદીઓએ હુમલો કર્યો છે આ વખતે તેમણે એરબેઝને નિશાન બનાવ્યું છે. મળતી માહિતી મુજબ મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત ઘણા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને 3 ફાઈટર પ્લેનને સળગાવી દીધા હતા, પાક. સેનાએ પણ વળતો જવાબ આપતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
TJPના પ્રવક્તાએ આ હુમલાની જવાબદારી લીધી
પાકિસ્તાનમાં પંજાબના મિયાંવાલીમાં એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત ઘણા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP)ના પ્રવક્તા મુલ્લા મુહમ્મદ કાસિમે આ હુમલાની જવાબદારી લેતા દાવો કર્યો હતો કે ઘણા આત્મઘાતી હુમલાખોરો સામેલ હતા. હાલ પાકિસ્તાની સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.