Get The App

પ્રશાંત મહાસાગરમાં પાણીની અંદર મળ્યો વિશાળ પર્વત, ઊંચાઈ ચાર બુર્જ ખલીફા જેટલી

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
પ્રશાંત મહાસાગરમાં પાણીની અંદર મળ્યો વિશાળ પર્વત, ઊંચાઈ ચાર બુર્જ ખલીફા જેટલી 1 - image
Image  Envato 

Pacific Ocean Mountain : દુબઈમાં આવેલ બુર્જ ખલીફા (ઊંચાઈ 830 મીટર) વિશ્વની સૌથી ઊંચી ઈમારત છે. આ ગગનચુંબી ઈમારતની ઉપર ઉપરા- ઉપરી ચાર ગગનચુંબી ઈમારતો મૂકો તેટલી આ પર્વતની ઊંચાઈ હશે. હા, સાચી વાત છે, અમેરિકન ઓશનોગ્રાફર્સે ચિલીના દરિયાકાંઠાથી લગભગ દોઢ હજાર કિલોમીટર દૂર પ્રંશાત મહાસાગરમાં એક પર્વતમાળા શોધી કાઢી છે. તેનો સૌથી ઉંચો ભાગ 3,109 મીટર ઊંચો છે.

આ પર્વતમાળાની શોધ અને તેનું મેપિંગ, કેલિફોર્નિયાના શ્મિટ ઓશન ઇન્સ્ટિટ્યૂટના નેતૃત્વ હેઠળની એક ટીમ દ્વારા કરવામાં આવી છે. ટીમે R/V Falkor (too) રિસર્ચ જહાજની મદદથી 28 દિવસ સુધી સમુદ્રમાં સંશોધન કર્યું. તેમણે જહાજના હલમાં લાગેલા સોનાર સિસ્ટમની મદદથી સમુદ્ર પર્વતનું મેપ કર્યું. આ સમુદ્રી પર્વત લગભગ 70 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.

કેવી રીતે થઈ સમુદ્ર પર્વતની શોધ

સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જ્યોતિકા વિરમાણીએ જણાવ્યું હતું કે, 'ધ્વનિ તરંગો સપાટી પરથી નીચે જતા હતા અને પાછા ઉછળે છે, અને અમે તેના પાછા ફરવાનો સમય માપ્યો અને તેનું માપ કાઢ્યું. તેનાથી અમને સમુદ્રતળની ટોપોગ્રાફી વિશે ઘણી વિશેષ માહિતી જાણવા મળી છે. 

પ્રશાંત મહાસાગરમાં સંશોધનથી શું શું જાણવા મળ્યું?

ઓશનોગ્રાફર્સનું (સમુદ્રશાસ્ત્રી)ઓનું અનુમાન છે કે, વિશ્વભરમાં 1,000 મીટર (3,280 ફૂટ) કરતાં ઊંચાઈ ધરાવતા આશરે 100,000 સમુદ્ર પર્વત છે. અને તેમાં ઘણી પ્રજાતિઓના ઘર છે. હાલમાં અમે નવું મેપ કર્યું તેમા સમુદ્રી પર્વત ગ્રીસના માઉન્ટ ઓલિમ્પસ કરતાં મોટો છે, જે 2,917 મીટર (9,570 ફૂટ) ઊંચો છે અને જાપાનના માઉન્ટ ફુજી (3,776 મીટર) કરતાં નાનો છે.

એક અંડરવોટર રોબોટની મદદથી ટીમે એક પહાડને સ્કેન કરી અને દરિયાઈ જીવોથી ભરેલી દુનિયા શોધી કાઢી. એક સફેદ કેસ્પર ઓક્ટોપસ દેખાયો, જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. તેમણે એક જીવતા  Promachoteuthis નું ફૂટેજ પણ કબજે કર્યું હતું. જે પહેલીવાર કેમેરામાં જોવા મળ્યા હતા. 


Google NewsGoogle News