Get The App

ચીનનાં યુદ્ધ વિમાનોએ ઓસ્ટ્રેલિયાનાં હેલિકોપ્ટરના માર્ગમાં ફલેર્સ છોડતાં પ્રશાંત મહાસાગરમાં અશાંત સ્થિતિ

Updated: May 8th, 2024


Google NewsGoogle News
ચીનનાં યુદ્ધ વિમાનોએ ઓસ્ટ્રેલિયાનાં હેલિકોપ્ટરના માર્ગમાં ફલેર્સ છોડતાં પ્રશાંત મહાસાગરમાં અશાંત સ્થિતિ 1 - image


- ચીન હવે ભૂરાટું થયું છે : જેને તેને શિંગડા ભરાવે છે !

- આ પૂર્વે ગત નવેમ્બરમાં ચીને 'સોનાર-પલ્સીઝ' દ્વારા ઓસ્ટ્રેલિયાના ડાઇવર્સને ઈજા પહોંચાડી હતી

મેલબોર્ન : જેમ ભગરી ભેંશ, જાડો પાડો કે માતેલો સાંઢ ભૂરાંટો થાય અને જેને તેને શિંગડાં મારે તેમ ચીન પણ હવે ભૂરાંટું થયું છે. ભારતથી શરૂ કરી ઈન્ડોનેશિયા, વિયેતનામ, ફીલીપાઇન્સ અને હવે ઓસ્ટ્રેલિયાને પણ શિંગડાં ભરાવાં શરૂ કર્યાં છે. ચીનનાં ફાઇટર જેટએ સોમવારે ઓસ્ટ્રેલિયાનાં હેલિકોપ્ટર્સ સામે આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં ફલેર્સ (આગના ભડકા) છોડયા હતા. આ અંગે ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, શનિવારે 'હીઝ મેજેસ્ટિઝ ઓસ્ટ્રેલિયનશિપ' (એચ. એમ. એ. એસ.) હોબાર્ટ 'યલો સી'ના આંતરરાષ્ટ્રીય જળમાં યુનાઇટેડ નેશનલ સિક્યોરિટી કાઉન્સીલે ઉત્તર કોરિયા ઉપર મુકેલા પ્રતિબંધોનો અમલ કરતું હતું અને તે માટે હેલિકોપ્ટર્સ આકાશ સ્થિત કર્યા હતા, ત્યારે ચીનનાં યુદ્ધ વિમાનોએ તે હેલિકોપ્ટરના માર્ગમાં ફલેર્સ છોડયા હતા. જોકે તેથી કોઈને ઈજાઓ થઈ ન હતી.

ચીનનું ફાઇટર જેટ ચેંગડુ-જે-૧૦ એચ.એમ.એ.એસ. હોબાર્ટ ઉપરથી ઉપડેલાં હેલિકોપ્ટરના માર્ગમાં ફલેર્સ છોડયા તેથી તુર્તજ હેલિકોપ્ટર પાયલોટે 'લોંચી' મારી દેતા તે ફલેર્સ ઉપરથી ચાલ્યા ગયા હતા. તે સમયે ચીનનું યુદ્ધ વિમાન હેલિકોપ્ટરથી ૬૦ મીટર ઊંચે ૩૦૦ મીટર દૂર હતું તેમ ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રીચાર્ડ માર્લેસે જણાવ્યું હતું.

માર્લેસે વધુમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, જો હેલિકોપ્ટરના પાયલોટે સમય સૂચકતાં વાપરી ન હોત તો ભયંકર પરિણામ આવત. જોકે આથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ અમને સોંપેલું કાર્ય અમે છોડવાના નથી અને યલો સીમા અમારી કાયદેસરની પ્રવૃત્તિઓ ચીનની દાદાગીરી છતાં ચાલુ જ રાખીશું, અને ઉત્તર કોરિયાની કાર્યવાહીઓ ઉપર નજર રાખતા જ રહીશું.

માર્બેસે વધુમાં તે નિવેદનમાં જણાવ્યું હતું કે ચીનની ડીસ્ટ્રોયર મિગ્બોએ 'સોનાર-પલ્સીઝ' (તીવ્ર અશ્રાવ્ય-ધ્વનિ તરંગો) દ્વારા ઓસ્ટ્રેલિયાને ડાઈવર્સને ઈજાઓ પહોંચાડી હતી. તેટલું જ નહીં પરંતુ એક વખત ઓસ્ટ્રેલિયાની ફ્રીગેટ ટૂયૂમ્બાની એટલી નજીકથી ચીન ડીસ્ટ્રોયર એટલી નજીકથી પસાર થઈ હતી કે સહેજમાં અથડામણ થતી રહી ગઈ.

આ પરિસ્થિતિ વચ્ચે પણ ચીનના પ્રમુખ શી-જીનપિંગ આ વર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયા જવાના છે.


Google NewsGoogle News