Get The App

ઓવર વેઇટ મહિલાને વિમાનમાં બેસવાની પરવાનગી ના મળી, કોર્ટ કેસ કરીને મેળવ્યું ૩૭૧૮ ડોલરનું વળતર

મહિલાએ કતર એરવેઝમાં ઇકોનોમી કલાસ માટે ટિકિટ બૂક કરાવી હતી

બેરુત એરપોર્ટ પરથી તે કતરની રાજધાની દોહા જવા ઇચ્છતી હતી

Updated: Dec 26th, 2022


Google News
Google News
ઓવર વેઇટ મહિલાને વિમાનમાં બેસવાની પરવાનગી ના મળી, કોર્ટ કેસ કરીને મેળવ્યું ૩૭૧૮ ડોલરનું વળતર 1 - image


રીઓ,૨૬ ડિસેમ્બર,૨૦૨૨,સોમવાર 

વજન વધારે હોવાથી એક મહિલાને વિમાનની મુસાફરીથી વંચિત રહેવું પડયું હોવાની ઘટના બની  હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કતર એરવેઝ દ્વારા પ્લસ સાઇઝની મહિલાને મહિલાને માત્ર આ કારણસર જ બેસવાની ના પાડવામાં આવતા મહિલાએ કોર્ટમાં કેસ કર્યો હતો. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે શરીરનું વજન વધારે હોવાથી જ એર લાઇન્સ દ્વારા બિઝનેસ કલાસમાં યાત્રા કરવાની ના પાડી દેવામાં આવી હતી.

આ અંગે એરલાઇન્સે કોર્ટમાં દલીલ રજૂ કરી હતીકે ઇકોનોમી કલાસની સીટમાં મહિલા ફીટ બેસી શકે તેમ ન હતી.આવા સંજોગોમાં બીજા પ્રવાસીઓને પણ અડચણનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હતી. આવા સંજોગોમાં મહિલાને ગ્રાઉન્ડ સ્ટાફે પ્રવાસ માટેની મંજુરી આપી ન હતી. જુલિયાના નામની મહિલાએ બ્રાઝીલના સાઉ પાઉલો અદાલતમાં કેસ કર્યો હતો. આ કેસ ચાલી જતા અદાલતે એરલાઇન્સને ૩૭૧૮ ડોલરનો દંડ કર્યો હતો એટલું જ નહી મહિલાને લાગેલા માનસિક આઘાતની સારવારનો ખર્ચ આપવા આદેશ કર્યો હતો.

ગત ૨૨ નવેમ્બરના રોજ જુલિયાનાએ કતર એરવેઝમાં ઇકોનોમી કલાસ માટે ટિકિટ બૂક કરાવી હતી. આ ઉડાન દ્વારા તે લેબનાનના બેરુત એરપોર્ટ પરથી તે કતરની રાજધાની દોહા જવા ઇચ્છતી હતી. બેરુતમાં જેવી તે કતર એરવેઝની ફલાઇટમાં બેસવા ગઇ કે તરત ગ્રાઉન્ડ સ્ટાફે શરીરના વજન અંગે ટીપ્પણી કરીને પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો હતો. આથી એરવેઝની ફલાઇટ ચુકી ગઇ હતી. બ્રાઝીલની મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી કતર એરવેઝ પર ભેદભાવ કરવાનો આરોપ મુકયો હતો. આ પોસ્ટ પર ઘણા લોકોએ તેને સહાનુભૂતિ આપી હતી.


Tags :