લિસ્ટેરિયા બેક્ટિરિયાનો યુએસ.માં પ્રકોપ, આ બેક્ટિરિયા તત્કાળ મૃત્યુ લાવે છે
- આ બેક્ટિરિયા ભેજવાળી જગ્યાએ ભીની માટી, સડી રહેલાં શાકભાજી પાણીમાં, પાલતુ પ્રાણીઓ અને પશુઓમાં પણ હોય છે, તે માનવીને લાગે છે
નવી દિલ્હી : અમેરિકામાં બિસ્ટેરિયાનો અચાનક પ્રકોપ ફાટી નીકળ્યો છે. તેના ૫૮ કેસ નોંધાયા છે. જે પૈકી ૮નાં મૃત્યુ થયાં છે. એમ. પોક્સ જેવો ભયંકર રોગ હજી કાબુમાં આવ્યો નથી ત્યાં આ લિસ્ટેરિયાના પ્રકોપથી તબીબો પણ ભારે દોડધામમાં પડી ગયા છે. યુ.એસ. સેન્ટર્સ ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવન્શન (ડીસીપી) કે ૨૦૧૧માં વ્યાપેલા કેન્ટા લોઉપ રોગ પછી આ બિસ્ટેરિયોસિસ સૌથી વધુ વ્યાપક અને સૌથી વધુ વ્યાપક અને સૌથી વધુ ખતરનાક રોગચાળો છે.
લિસ્ટેરિયા બેક્ટિરિયાના ઇન્ફેકશનથી થાય છે. આ બક્ટિરિયા ભેજવાળી જગ્યાએ ભીની માટી, પાણી, સડી રહેલાં શાકભાજી, પ્રાણીઓ, અને પાલતુ પશુઓમાં જોવા મળે છે. જ્યાંથી તે બેક્ટિરિયા માનવીમાં પ્રસરે છે. આ બહુ ખતરનાક બેક્ટિરિયા છે તે તત્કાળ મૃત્યુ પણ લાવે છે.
આ બેક્ટિરિયા રેફ્રીજરેટમાં રાખવામાં આવેલા ખાદ્ય કે મેચ પદાર્થોમાં પણ હોય છે. આ બેક્ટિરિયાવાળો ખોરાક ખાવામાં આવે તો તેથી લિસ્ટેરિયોસિસ નામનો રોગ થાય છે.
આ રોગમાં તાવ આવે છે, શરીરમાં દુખાવો થાય છે. થાક લાગે છે. ચાલવામાં સંતુલન પણ રહેતું નથી. ગરદન કડક થઇ જાય છે. ઘણીવાર આંચકા ચાલવા લાગે છે.
સૌથી વધુ ગંભીર બાબત તે છે કે તેનાં લક્ષણો તત્કાળ દેખાતાં નથી. ઘણીવાર તો ૧૦ સપ્તાહ પછી ખબર પડે છે કે દર્દીને લિસ્ટિરિયોસિસ થયો છે. ત્યારે તેની સારવાર શરૂ કરાય છે તે સમયે ઘણું મોડું થઇ ગયું છે. ઘણીવાર ત્યાં સુધીમાં તો દર્દીનું નિધન પણ થઇ ગયું હોય છે.
બેક્ટિરિયા સગર્ભા મહિલાઓને નવજાત શિશુને નાનાં બાળકોને અને વૃદ્ધોને તુર્ત જ અસર કરે છે. કારણ કે તેઓની રોગપ્રતિકારક શક્તિ ઘણી મંદ હોય છે. મજબૂત યુવાનોને તે થોડી અસર કરે છે. પરંતુ ઉક્ત નિર્બળ જૂથો માટે તો તે ઘણીવાર મોતનાં પયગામ સમાન બની રહે છે.
આ રોગથી બચવા ખોરાકમાં ઘણું ધ્યાન રાખવું. સોફ્ટ ચીઝ, ઉકાળ્યા વગરનું કાચું દૂધ, ઉકળતાં પાણીમાં, સાફ કર્યા સિવાયનું માંસ, કોલ્ડ સ્મોક ફીશ સ્વચ્છ કર્યા વિાયનાં શાકભાજી કે ફળો પર આ બેક્ટિરિયા હોય છે.
આ બેક્ટિરિયા પાલક પ્રાણીઓ કે પશુઓ ઉપર પણ હોય છે. જેઓને તેમની સાથે સંપર્ક વધુ હોય તેવો તેના તુર્ત જ ભોગ બને છે. તે રોગના જંતુઓ શરીરમાં છે કે કેમ ? તે જોવા માટે માઇક્રોસ્કોપ નીચે તે લોહીની તપાસ કરવાથી કે પેથોલોજિકલ ટેસ્ટસ કરાવવાથી તુર્ત જ ખબર પડે છે. પરંતુ ખેદની વાત તે છે કે શરૂમાં તાવ આવતાં કોઇને આ રોગ થયો છે કે કેમ તેનો વહેમ પણ પડતો નથી તેથી તે માટે જરૂરી ટેસ્ટ કરાવતા નથી અને જ્યારે મોડે મોડેથી ટેસ્ટ કરાવે છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.
આ તબક્કે તો આ રોગ પ્રતિકારક રસી શોધાઈ નથી કે કોઇ નિશ્ચિત દવા પણ તૈયાર કરાઈ નથી. તબીબો કહે છે કે આ તબક્કે તો તાવ વિરોધી દવાઓ અપાય છે તે જ તથા એન્ટીબાયોટિક દવાઓથી કામ ચલાવવું પડે તેમ છે.