સુદાનની હોસ્પિટલ પર મોટો હુમલો, 70ના મોત,19 ઈજાગ્રસ્ત, WHOના વડાએ આપી માહિતી
Attack In Sudan: સુદાનના શહેર અલ ફાશેરમાં હોસ્પિટલ પર મોટો હુમલો થયો છે, જેમાં લગભગ 70 લોકોના મૃત્યુ નિપજ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના વડા ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે સોશિયલ પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી.
અહેવાલો અનુસાર, સુદાનના અલ ફાશેરમાં સાઉદી હોસ્પિટલ પર થયેલા ભયાનક હુમલામાં 19 લોકો ઈજાગ્રસ્ત થયા અને 70 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે સોશિયલ પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, 'હુમલા સમયે, હોસ્પિટલ દર્દીઓથી ભરેલી હતી જેઓ સારવાર લઈ રહ્યા હતા.'
આ પણ વાંચો: મહાકુંભ : એક કલાકમાં STની તમામ 1360 ટિકિટ વેચાઈ કે વહેંચાઈ, ભાજપે ગોઠવણ કર્યાની ચર્ચા
ઉલ્લેખનીય છે કે, ટેડ્રોસ અધનોમે એ જણાવ્યું ન હતું કે હુમલો કોણે કર્યો હતો, જોકે સ્થાનિક અધિકારીઓએ હુમલા માટે બળવાખોર રેપિડ સપોર્ટ ફોર્સને જવાબદાર ઠેરવ્યા હતા. આરએસએફે તાત્કાલિક આરોપો સ્વીકાર્યા ન હતા, પરંતુ તાજેતરના દિવસોમાં અલ ફાશરને ધમકી આપી હતી.