ઉડાન ભરતાં જ એર એશિયાના વિમાનનું એન્જિન ભડભડ કરતું સળગ્યું, 117 યાત્રીનો આબાદ બચાવ
Air Asia Flight Fire: મલેશિયાથી ચીનના શેનઝેન જઈ રહેલી એર એશિયાના વિમાન AK128ના એન્જિનમાં આગ લાગી હતી. તેને ટેકઓફના થોડા સમય પછી જ કુઆલાલંપુરમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સેલંગોર સ્ટેટ ફાયર ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એર એશિયાના વિમાને બુધવારે રાત્રે 9.59 વાગ્યે ટેકઓફ કર્યા પછી તરત જ જમણા એન્જિનમાં ન્યુમેટિક ડક્ટીંગ ફાટવાને કારણે આગ લાગી હતી. જેના કારણે ચીનના શેનઝેન જઈ રહેલી ફ્લાઇટ કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાછી ફરી હતી.
આ પણ વાંચો: વિદેશી કાર પર 25% ટેરિફનું ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ભૂકંપ
વિમાનની ઇન-બિલ્ટ સિસ્ટમ્સે આગને સંપૂર્ણપણે ઓલવી નાખી હતી. વિમાનમાં 171 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા, બધા સુરક્ષિત છે. ફાયર વિભાગના કર્મચારીઓએ વિમાનમાંથી તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.