Get The App

ઈઝરાયેલ વિરોધી દેખાવો કરતી સંસ્થાઓને અમેરિકન અબજોપતિ જયોર્જ સોરોસની સંસ્થા ફંડ આપી રહી છે

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલ વિરોધી દેખાવો કરતી સંસ્થાઓને અમેરિકન અબજોપતિ જયોર્જ સોરોસની સંસ્થા ફંડ આપી રહી છે 1 - image


Image Source: Twitter

વોશિંગ્ટન, તા. 29 ઓક્ટોબર 2023

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેડાયેલા યુધ્ધની સાથે સાથે દુનિયામાં ઈઝરાયેલ વિરોધી પ્રદર્શનો થઈ રહ્યા છે.

હજારો લોકો રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહ્યા છે ત્યારે અમેરિકાના એક અખબારે એવો ઘટસ્ફોટ કર્યો છે કે, ઈઝરાયેલ વિરોધી દેખાવો પાછળ અમેરિકાના અબજોપતિ અને ડાબેરી વિચારસરણી ધરાવતા બિઝનેસમેન જ્યોર્જ સોરોસનો હાથ છે. તેમણે દુનિયાભરમાં પેલેસ્ટાઈન તરફી સંગઠનોને ઈઝરાયેલ સામે વિરોધ કરવા માટે 2016થી અત્યાર સુધી દોઢ કરોડ ડોલર ડોનેટ કર્યા છે.

અખબારના અહેવાલમાં કહેવાયુ છે કે, સોરોસની સંસ્થા ઓપન સોસાયટી ફાઉન્ડેશનના રેકોર્ડની તપાસ કરતા ખબર પડી છે કે, સોરોસના નેટવર્ક દ્વારા ટાઈડ્સ સેન્ટરના માધ્યમથી આ રકમ દુનિયામાં વહેંચવામાં આવી છે. આ સંસ્થા ઘણા એનજીઓને ફંડ આપે છે અને તેણે હમાસના આતંકી હુમલાને વ્યાજબી ઠેરવ્યો છે. આ સંસ્થા પેલેસ્ટાઈનનુ એ હદે સમર્થન કરે છે કે, તેણે ઈઝરાયલને દેશ તરીકે ખતમ કરી દેવો જોઈએ તેવુ પણ કહેલુ છે.

ભૂતકાળમાં પણ સોરોસની સંસ્થાએ પેલેસ્ટાઈનના આતંકીઓના કૃત્યોને ખુલ્લેઆમ ટેકો આપેલો છે.

ટાઈડસ સેન્ટર થકી જેમને ફંડ મળ્ય છે તેમાં અમેરિકાના અદાલા જસ્ટિસ પ્રોજેકટનો પણ સમાવેસ થાય છે. આ સંગઠને 7 ઓક્ટોબરે જ્યારે હમાસે ઈઝરાયેલમાં લોકોની હત્યા કરી હતી ત્યારે સોશિલ મીડિયા પર લખ્યુ હતુ કે, ઈઝરાયેલની સામંતશાહી સરકારનુ માનવુ હતુ કે, તેઓ અનિશ્ચિત સમય માટે 20 લાખ લોકો(પેલેસ્ટાઈનના નાગરિકો)ને ઓપન એર જેલમાં રાખી શકે છે.

અદાલા પ્રોજેક્ટના સભ્યોએ એક રેલીનુ આયોજન પણ કર્યુ હતુ અને તેમાં યહૂદી વિરોધી નારા લગાવીને પોસ્ટરો રજૂ કર્યા હતા. જેના પર લખ્યુ હતુ કે, અમે હમાસની નિંદા નથી કરી રહ્યા....

ઓપન સોસાયટી ફાઉન્ડેશને 2018માં આરબ અમેરિકન એસોસિએશન ઓફ ન્યૂયોર્કને પણ ફંડ આપ્યુ હતુ અને આ સંગઠને 21 ઓક્ટોબરે ઈઝરાયેલ વિરોધી પ્રદર્શન યોજ્યુ હતુ.જેમાં ઈઝરાયેલને ખતમ કરવા માટે નારા લાગ્યા હતા અને ઈઝરાયેલના રાષ્ટ્ર ધ્વજને કચરા પેટીમાં નાંખવામાં આવ્યો હતો.



Google NewsGoogle News