ભારત વિરોધી નીતિથી માલદીવનો વિપક્ષ પણ મુઈજ્જુથી નારાજ, ભાષણ સાંભળવા પણ તૈયાર નથી

સંસદમાં મુઈજ્જુના ભાષણ પહેલા બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો

વિરોધ પક્ષોએ ત્રણ મંત્રીઓની નિમણૂકનો વિરોધ કર્યો હતો

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
ભારત વિરોધી નીતિથી માલદીવનો વિપક્ષ પણ મુઈજ્જુથી નારાજ, ભાષણ સાંભળવા પણ તૈયાર નથી 1 - image


Muizzu is in Trouble : માલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુ માટે ભારતનો વિરોધ મોંઘો સાબિત થઈ રહ્યો છે. તેમના દેશની જ સંસદમાં આ સ્ટેન્ડ પર સમર્થન મળી રહ્યું નથી. હવે સંસદમાં તેમના ભાષણ પહેલા માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને ડેમોક્રેટ્સ પાર્ટી આજે માલદીવની સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે.

માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુ ચીનના કટ્ટર સમર્થક

ગૃહમાં સૌથી વધુ બેઠકો ધરાવતી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ હજુ સુધી એવું કહ્યું નથી કે તે મુઈજ્જુના સંબોધનનો બહિષ્કાર કરવા જઈ રહી છે. જ્યારે ડેમોક્રેટ્સે કહ્યું છે કે તેઓ ત્રણ મંત્રીઓની નિમણૂકને લઈને રાષ્ટ્રપતિના સંબોધનમાં ભાગ લેશે નહીં. ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષોએ ત્રણ મંત્રીઓની નિમણૂકનો વિરોધ કર્યો હતો. આમ છતાં સરકારે ત્રણ સભ્યોને ફરી મંત્રી બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષના પહેલા સત્ર પહેલા સંસદમાં રાષ્ટ્રપતિનું ભાષણ થવાનું છે. આ ભાષણમાં તેઓ દેશના વિકાસ કાર્યો અને ભવિષ્યની યોજનાઓ વિશે જણાવશે. માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુ ચીનના કટ્ટર સમર્થક છે. વિરોધ પક્ષોને પણ આ સ્ટેન્ડ પસંદ નથી. બંને મુખ્ય વિપક્ષી દળોએ પહેલા જ કહ્યું હતું કે ભારત માલદીવનું લાંબા સમયથી સાથી છે અને આગળ પણ રહેશે. 

માલદીવ સરકારે ચીનના જહાજોને બંદર પર આવવાની પરવાનગી આપી 

માલદીવ સરકારે હજુ થોડા દિવસ પહેલા જ ચીનના જહાજોને તેના બંદર પર આવવાની પરવાનગી આપી છે. મુઈજ્જુના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. હવે માલદીવના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ભારતીય સેનાના જવાનોને 10 મે સુધીમાં પરત મોકલી દેવામાં આવશે. પ્રથમ જૂથ 10 માર્ચે જ પરત ફરશે. દિલ્હીમાં આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ અંગે સહમતિ બની હતી.

ભારત વિરોધી નીતિથી માલદીવનો વિપક્ષ પણ મુઈજ્જુથી નારાજ, ભાષણ સાંભળવા પણ તૈયાર નથી 2 - image


Google NewsGoogle News