Get The App

અમેરિકામાં H1B વિઝા જ નહીં OPT પ્રોગ્રામનો પણ વિરોધ: બંધ થાય તો લાખો ભારતીયો પર થશે અસર

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
અમેરિકામાં H1B વિઝા જ નહીં OPT પ્રોગ્રામનો પણ વિરોધ: બંધ થાય તો લાખો ભારતીયો પર થશે અસર 1 - image

OPT program : દર વર્ષે વિશ્વભરમાંથી લગભગ 1 મિલિયન વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અભ્યાસ કરવા માટે અમેરિકા જાય છે. વિદ્યાર્થીઓનો ઉદ્દેશ્ય હંમેશા અમેરિકામાં અભ્યાસ કરવાનો અને ભવિષ્યમાં ત્યાં જ કામ કરવાનો હોય છે. જેના માટે તેઓ સામાન્ય રીતે H1B વિઝાનો ઉપયોગ કરે છે. આ સિવાય ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ કે જેને OPT તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અમેરિકા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અને આ પોગ્રામનો લાભ મેળવનારાઓમાં ભારતીયો સૌથી વધુ આગળ છે. પરંતુ ટ્રમ્પના સમર્થકો અમેરિકાની બે નીતિઓનો સખત વિરોધ કરી રહ્યા છે, જેમાં OPT પણ સામેલ છે. હવે પ્રશ્ન એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો શા માટે આ નીતિનો વિરોધ કરી રહ્યા છે અને આ કાર્યક્રમ બંધ થવાથી અમેરિકામાં ભણવા કે નોકરી કરવા જતા ભારતીયો પર શું અસર પડશે?

શું છે OPT?

હકીકતમાં OPT એવો પ્રોગ્રામ છે કે જેની મદદથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અસ્થાયી રૂપે રહીને કામ કરી શકે છે. જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પછી મર્યાદિત સમય માટે નોકરી કરવાની તક આપે છે. OPT પ્રોગ્રામ F-1 વિઝા પરના વિદેશી વિદ્યાર્થીઓ પાસે જો STEM(science, technology, engineering, mathematics) ડિગ્રી હોય તો અમેરિકામાં ત્રણ વર્ષ સુધી કામ કરવાની છૂટ આપે છે. જો ખૂબ જ સરળ ભાષામાં સમજવામાં આવે તો આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ટૂંકા ગાળા માટે રોજગાર પ્રદાન કરે છે.

અમેરિકામાં આ પ્રોગ્રામનો કેમ વિરોધ થઈ રહ્યો છે?

અમેરિકામાં યુએસ ટેક વર્કર્સ ગ્રૂપ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ વિરુદ્ધ ખુલ્લેઆમ લખી રહ્યું છે અને તેના પર કડક નિયંત્રણોની માંગ કરી રહ્યું છે. યુએસ ટેક વર્કર્સ એ રોજગાર માટે ચલાવવામાં આવતા વિઝા પ્રોગ્રામ સામે અમેરિકનોનું પ્લેટફોર્મ છે. યુ.એસ. ટેક વર્કર્સ જૂથે કાર્યક્રમનો વિરોધ કર્યો, લખીને ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આવા કાર્યક્રમો બંધ કરવા જોઈએ. જેની પાછળનો હેતુ એ છે કે વધુને વધુ અમેરિકન લોકોને નોકરીમાં પ્રાથમિકતા મળે.

અમેરિકામાં યુએસ ટેક વર્કર્સ ગ્રૂપ (OPT) પ્રોગ્રામ વિરુદ્ધ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યું છે અને આ પ્રોગ્રામ પર કડક નિયંત્રણોની માંગ કરી રહ્યું છે. યુએસ ટેક વર્કર્સ એ રોજગાર માટે ચલાવવામાં આવતા વિઝા પ્રોગ્રામ સામે અમેરિકનોનું એક પ્લેટફોર્મ છે. યુ.એસ. ટેક વર્કર્સ જૂથે કાર્યક્રમનો વિરોધ કરતા 'X' પર લખ્યું હતું કે, 'OPT પ્રોગ્રામ એ એક ગેસ્ટ વર્કર સ્કીમ છે જે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ તરીકે છૂપી રીતે કામ કરી રહ્યું છે. જેમાં યુનિવર્સિટીઓ શિક્ષણને બદલે વર્ક પરમિટ વહેંચી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આવા કાર્યક્રમો બંધ કરવા જોઈએ.'  

શું ડોનાલ્ડ ટ્રમ્પ OPT રદ કરશે? 

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન'નો નારો આપ્યો હતો. ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિની અસર થોડા દિવસોમાં દેખાઈ શકે છે. કારણ કે તેઓ વારંવાર કહી ચૂક્યા છે કે અમેરિકન નોકરીઓ પર પહેલો અધિકાર અમેરિકન લોકોનો છે. જો ટ્રમ્પ આ પ્રોગ્રોમ પર પ્રતિબંધ મૂકે છે તો લાખો ભારતીયોને આની અસર થઈ શકે છે. 

આ પણ વાંચો : કેનેડાના ઇમિગ્રેશન મંત્રીનો ચોંકાવનારો નિર્ણય, માતા-પિતા અને દાદા-દાદીની PR સ્પોન્સરશિપ સ્થગિત

ભારતના વિદ્યાર્થીઓ પર થશે સૌથી વધુ અસર 

ભારતની યુએસ એમ્બેસી અનુસાર, વર્ષ 2023-24માં 3.31 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા આવ્યા હતા. આ વિદ્યાર્થીઓમાંથી 29.42% એટલે કે 97 હજાર 556 વિદ્યાર્થીઓ એવા છે જેમણે OPT પ્રોગ્રામ પસંદ કર્યો હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે OPT ભારતીયો પર કેટલી અસર કરશે. તેથી એ જોવાનું રહે છે કે નવી અમેરિકન સરકાર ભારતીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને કામ કરવાનો માર્ગ સરળ બનાવે છે કે વધુ મુશ્કેલ.અમેરિકામાં H1B વિઝા જ નહીં OPT પ્રોગ્રામનો પણ વિરોધ: બંધ થાય તો લાખો ભારતીયો પર થશે અસર 2 - image

 


Google NewsGoogle News