ઓપિનિયન પોલઃ બ્રિટનની ચૂંટણીમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટી કારમી હાર તરફ

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
ઓપિનિયન પોલઃ બ્રિટનની ચૂંટણીમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટી કારમી હાર તરફ 1 - image

image : twitter

લંડન,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર

બ્રિટનમાં થયેલા લેટેસ્ટ સર્વેક્ષણ પ્રમાણે ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકની સરકારની આગામી ચૂંટણીમાં વિદાય નિશ્ચિત મનાઈ રહી છે. 

આ સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે, ઋષિ સુનકની કન્ઝર્વેન્ટિવ પાર્ટી 1997માં મળેલી હારની જેમ જ વર્તમાન ચૂંટણીમાં પણ હારે તેવી શક્યતા છે. બ્રિટિશ અખબારે પ્રકાશિત કરેલા ઓપિનિયલ પોલ પ્રમાણે આ વર્ષના અંતમાં થનારી ચૂંટણીમાં લેબર પાર્ટી 385 બેઠકો જીતે અને કન્ઝર્વેટિવ પાર્ટી માત્ર 169 બેઠકો જીતે તેવી શક્યતા છે. આ જ પ્રકારની સ્થિતિ 1997માં સર્જાઈ હતી. જ્યારે ટોની બ્લેરની આગેવાનીમાં લેબર પાર્ટી સત્તા પર આવી હતી. 

અખબારના કહેવા પ્રમાણે લેબર પાર્ટી પોતાની પ્રતિસ્પર્ધી કન્ઝર્વેટિવ પાર્ટી કરતા 11. 5 ટકા વધારે વોટ મેળવે તેવી શક્યતા છે. આ સર્વેમાં 14000 લોકોએ મતદાન કર્યુ હતુ . આ પહેલાના સર્વેમાં પણ લેબર પાર્ટીને કન્ઝર્વેટિવ પાર્ટી પર સરસાઈ મળતી નજરે પડી હતી. 

જોકે સુનકે આ સર્વેને નકારી કાઢતા કહ્યુ છે કે, જાન્યુઆરી 2025 સુધીમાં યોજાનારી ચૂંટણી જ મહત્વની છે અને બીજા કોઈ ઓપનિયન પોલ મહત્વ રાખતા નથી. આ ચૂંટણીમાં ખબર પડશે કે લોકો અમારી યોજનાઓ સાથે છે અને આ યોજનાઓ કામ કરી રહી છે. 


Google NewsGoogle News