તમારી મુઠ્ઠી ખોલો : ચીનના યુદ્ધાભ્યાસ પૂર્વે તાઈવાનના પ્રમુખનો ચીનને અનુરોધ
- ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળે તે પૂર્વે ચીન સપાટો કરવા માગે છે
- તાઈવાન આસપાસ યુદ્ધ અભ્યાસ કરવાથી ચીન તેનું માન ગુમાવશે : તાઈવાનના પ્રમુખ લાઈ-ચિંગ-તેની સ્પષ્ટ વાત
તેઈપી : તાઈવાનના પ્રમુખ લાઈ-ચિંગ-તેઓ આજે (શુક્રવારે) ચીને તેની મુઠ્ઠી ખોલી દેવા મનમાં શું છે તે જણાવવા) અનુરોધ પૂર્વક જણાવતાં કહ્યું હતું કે તાઈવાનની આસપાસ યુદ્ધ અભ્યાસ કરવાથી ચીન તેનું માન ગુમાવી રહ્યું છે.
ચીન પૂર્ણત: લોકશાહી તેવાં આ ટાપુરાષ્ટ્રને પોતાનો એક પ્રાંત જ ગણાવે છે. તેના નકશાઓમાં પણ તે તાઈવાનને પોતાનું દર્શાવે છે. તેમાં એ તાઈવાનના પ્રમુખે અમેરિકાનાં પેસિફિક સૈન્ય મથક ગ્વામ-ટાપુ અને અમેરિકાનાં હવાઈમાં વિસામા લઈ પેસિફિકના ટાપુઓની મુલાકાતેથી પરત આવતાં પાઉલાઉમાં કરેલાં રોકાણ દરમિયાન પ્રમુખ લાઈ-ચિંગ-તેએ ચીનને આ પ્રમાણે કહ્યું હતું.
તે સર્વવિદિત છે કે ચીન આસપાસના દેશોને સતત ડરાવી પોતાના તાબામાં રાખવા પ્રયત્નો કરે છે. તે સામે તાઈવાને અવાજ ઉઠાવતાં કહ્યું હતું કે, ચીન ગમે તેટલા યુદ્ધભ્યાસો કરે, ગમે તેટલી યુદ્ધ-નૌકાઓ આસપાસના દેશો ફરતી ફેરવે કે ગમે તેટલાં વિમાનો તે દેશો ઉપરથી ઉડાડે, પરંતુ તેથી તે નાના દેશોમાં માન પ્રાપ્ત નહીં કરી શકે, માટે બૈજિંગે તેની આ સ્થિરતા તોડવી અને ખેદજનક કાર્યવાહી બંધ કરવી જ જોઈએ.
લાઈ-ચિંગ-તેને પાઉલાઉમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પત્રકારોએ જ્યારે પૂછ્યું કે ચીનના આ ભાવિ યુદ્ધાભ્યાસ વિષે પૂછ્યું ત્યારે લાઈએ કહ્યું કે, દુનિયાના દેશો સાથે તાઈવાન સંબંધો રાખવા માગે છે, તેને ચીને ઉશ્કેરી-જનક પગલાં તરીકે માનવું ન જોઈએ. તે ચીનનું એક બહાનું માત્ર છે, ઉશ્કેરણી માટેનું કારણ નથી. આમ છતાં તે વિસ્તારમાં સલામતીની પરિસ્થિતિ વિષે તાઈવાન સંપૂર્ણ રીતે સજાગ છે. અને તાઈવાનની સમુદ્રધૂનિનાં રક્ષણ માટે પણ સજાગ છે.
ચીન તો લાઈનું સખત વિરોધી છે. તેને અલગતાવાદી કહે છે, અને લાઈએ મંત્રણા માટે કરેલી અનેક દરખાસ્તોને ચીને ફગાવી દીધી છે.
અમેરિકા સહિત દુનિયાના કેટલાઓ દેશોએ વન-ચાયનાં નીતિ સ્વીકારી જ છે, તેથી તેઓ ત્યાં દૂતાવાસો સ્થાપતા નથી કે તાઈવાનના દૂતાવાસો પોતાના દેશમાં રાખતા નથી. ભારત પણ તે પૈકી એક છે. પરંતુ વ્યાપારી કાર્યાલયો અને શૈક્ષણિક સંસ્થાઓને (તાઈવાનની) તેમનાં કાર્યાલયો ખોલવાની અનુમતિ આપી છે. આ પૈકી શૈક્ષણિક સંસ્થાઓમાં રહેલાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસરો ખરેખર તો રાજદૂતનું જ કાર્ય કરે છે, જ્યારે વ્યાપારી સંસ્થાઓનાં કાર્યાલયો, વ્યાપાર-વાણિજ્ય વગેરે માટેનાં વ્યાપારી-ઉપદૂતાવાસોનું કાર્ય કરે છે, ચીન તે જાણે પણ છે. પરંતુ કાગળ ઉપર તો બધું સ્વચ્છ છે. તેથી કશું કરી શકે તેમ નથી.
ચીન નાના પાડોશીઓને દબડાવે છે શું કામ ? તો તેનો ઉત્તર છે : ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળે તે પહેલાં ચીન બને તેટલો પ્રયાસ કરી લેવા માગે છે. ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળે પછી તે મુશ્કેલ નહીં અસંભવ સમાન બની રહેવા સંભવ છે.