આ ગામમાં 19 વર્ષથી રહે છે માત્ર એક જ મહિલા, કારણ છે જાણવા જેવુ
વોશિંગ્ટન, તા. 06 જાન્યુઆરી 2023 શુક્રવાર
અમેરિકાના નેબ્રાસ્કાના મોનોવીમાં રહેતા એલ્સી આઈલર ગામના એકમાત્ર મહિલા રહેવાસી છે જે પોતાની મેયર ચૂંટણીની જાહેરાત કરે છે અને પોતાના માટે જ મતદાન કરે છે. સુમસામ શહેરમાં તેમનું એકાંત જીવન ત્યારે શરૂ થયુ જ્યારે 2004માં તેમના પતિનું નિધન થઈ ગયુ જેના કારણે તેઓ એકલા રહેવાસી થઈ ગયા.
પોતે જ મેયર, પોતે જ લાઈબ્રેરિયન અને પોતે જ બારટેન્ડર
એલ્સી આઈલર શહેરના મેયર, બારટેન્ડર અને લાઈબ્રેરિયન છે. એક તરફ વિશ્વની સમગ્ર વસતી મહામારી અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને અનુસરી રહી છે બીજી તરફ આઈલર પોતે એકલા રહીને ખુશ નથી. માઈલો દૂરથી ઘણીવાર તેમને મળવા લોકો આવતા રહે છે.
સ્કુલ, દુકાન, પોસ્ટ ઓફિસ પણ બંધ
દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ ખેતીની સ્થિતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા ખરાબ થઈ ગઈ જેના કારણે મોનોવીના સમગ્ર સમુદાયોને હરિયાળી ધરાવતા ગોચરો તરફ જવુ પડ્યુ. પોસ્ટ ઓફિસ અને અંતિમ ત્રણ કરિયાણાની દુકાનો 1967 અને 1970 ની વચ્ચે બંધ થઈ ગઈ. સાથે જ 1974માં સ્કુલ પણ બંધ થઈ ગઈ.
આ મહિલાના બાળકો પણ કામની શોધમાં બહાર જતા રહ્યા અને થોડા જ સમયમાં શહેરની વસતી ઘટીને બે થઈ ગઈ. જેના કારણે તે અને તેમના પતિ એકમાત્ર રહેવાસી બની ગયા પરંતુ વર્તમાનમાં આઈલર એકલા પોતાના શહેરનું મેનેજમેન્ટ કરે છે અને મોનોવીના એકમાત્ર રહેવાસી છે.