દુનિયાનો એક માત્ર એવો દેશ કે હજુ પણ હિન્દુ કેલેન્ડર મુજબ ચાલે છે સરકારી કામકાજ
Image Wilipedia |
હિન્દુઓનું નવું વર્ષ શરુ થઈ ગયું છે. ભારતમાં 1954માં ગેગ્રોરિયન કેલેન્ડરની સાથે વિક્રમ સંવત કેલેન્ડરને પણ માન્યતા આપવામાં આવી હતી. પરંતુ ભારતમાં સરકારી કામકાજ હજુ પણ ગેગ્રોરિયન કેલેન્ડર એટલે કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જ ચાલે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક માત્ર દેશ છે જ્યાં હજુ પણ વિક્રમ સંવત મુજબ સરકારી કામ કાજ ચાલે છે.
વર્ષ 1954થી ભારતના તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની સરકારે ગ્રેગોરિયન ફોર્મેટ સાથે હિન્દુ કેલેન્ડર એટલે કે વિક્રમ સંવતને અપનાવ્યું હતું. પરંતુ દેશના દરેક સરકારી કામકાજ ગ્રેગોરીયન કેલેન્ડર મુજબ થતાં હતા, જે પરંપરા આજે પણ ચાલી રહી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે,
નેપાળ એક એવો દેશ છે કે, ત્યાં જ્યાં હજુ પણ દરેક સરકારી કામકાજમાં વિક્રમ સંવત કેલેન્ડરને પણ માન્યતા આપવામાં આવી છે આ કેલેન્ડરને હિન્દુ કેલેન્ડર માનવામાં આવે છે, તેને વિક્રમી કેલેન્ડર કહેવામાં આવે છે, તેમજ વિક્રમ સંવત કેલેન્ડર પણ કહેવામાં આવે છે. અને આ ગેગ્રોરિયન કેલેન્ડરના ફોર્મેટ કરતાં 57 વર્ષ આગળ ચાલે છે.
નેપાળમાં 1901થી અધિકૃત રીતે તેનો ઉપયોગ કરાય છે
નેપાળમાં સત્તાવાર રીતે વિક્રમ સંવત કેલેન્ડરનો ઉપયોગ ઈ.સ. 1901થી કરવામા આવી રહ્યો છે. નેપાળના રાણા વંશ દ્વારા વિક્રમ સંવતને સત્તાવાર રીતે હિન્દુ કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. નેપાળમાં નવું વર્ષ વૈશાખ મહિનાના પ્રથમ દિવસે (ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 13 અથવા 15 એપ્રિલ) શરૂ થાય છે. ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે સમાપ્ત થાય છે. નવા વર્ષના પહેલા દિવસે નેપાળમાં રજા જાહેર કરવામાં આવે છે.
સંસ્કૃત શબ્દ 'સંવત' નો પ્રયોગ 'વર્ષ' તરીકે થાય છે
આ ચંદ્રની સ્થિતિ સાથે સુર્ય નક્ષત્ર વર્ષનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સંખ્યાબંધ પ્રાચીન અને મધ્યકાલીન શિલાલેખોમાં વિક્રમ સંવતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે તેનું નામ સુપ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યના નામ પરથી રાખવામાં આવ્યું છે. જ્યાં સંસ્કૃત શબ્દ "સંવત" નો પ્રયોગ 'વર્ષ' તરીકે થાય છે. વિક્રમાદિત્યનો જન્મ ઇ.સ. પૂર્વે 102 માં થયો હતો અને તેમનું અવસાન 15 એ.ડી.ના રોજ થયું હતું.
ઈ.સ. પૂર્વે 57માં ભારતવર્ષમાં રાજા વિક્રમાદિત્યએ દેશવાસિયોને શકોના અત્યાચારી શાસનમાંથી મુક્ત કર્યા હતા. એ વિજયની યાદમાં વિક્રમ સંવતની શરૂઆત થઈ હતી અને તે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકમ તિથિથી થઈ હતી.
આમાં 12 મહિનાનું એક વર્ષ અને 7 દિવસનું અઠવાડિયું હોય છે.
આ સંવતની શરૂઆત ગુજરાતમાં કારતક માસના શુક્લ પક્ષે એકમના દિવસે થાય છે અને ઉત્તરભારતમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની એકમથી થાય છે. સાત દિવસનું અઠવાડિયું અને 30 દિવસનો એક મહિનો એવા 12 મહિના રાખવાની પ્રથા વિક્રમ સંવતથી શરૂ થઈ હતી. તેમજ સૂર્ય અને ચંદ્રની ગતિ પર મહિનાની ગણતરી કરવામાં આવે છે.
આ કારણે દર 3 વર્ષે તેમાં 1 મહિનો ઉમેરવામાં આવે છે
સૂર્યની માસિક ગતિને અનુલક્ષીને જે ભાગ પડ્યા છે. તેમજ રાશિ અને ચંદ્રની દૈનિક ગતિને અનુલક્ષીને જે ભાગ પડ્યા તેને નક્ષત્ર કહેવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં સ્થિત હોય તેના આધારે મહિનાઓના નામ આપવામાં આવે છે. ચંદ્ર વર્ષ સૂર્ય વર્ષ કરતા 11 દિવસ 3 કલાક 48 સેકન્ડ ઓછું હોય છે, તેથી દર 3 વર્ષે તેમાં 1 મહિનો ઉમેરવામાં આવે છે.
કેમ આટલું શ્રેષ્ઠ કહેવામાં આવે છે
વિક્રમ સંવતમાં એવી કેટલીય વાતો છે, જે અંગ્રેજી કેલેન્ડરથી વધારે શ્રેષ્ઠ છે. હિન્દુઓના તમામ તહેવારો, મુહૂર્ત, શુભ-અશુભ યોગ, તિથિ , સૂર્ય-ચંદ્રગ્રહણ, નક્ષત્ર, હિન્દી પંચાંગના નિર્ણય અને ગણતરીના આધારે લેવામાં આવે છે. મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક મહત્વપૂર્ણ કાર્યની શરૂઆત હિન્દી પંચાગના મુહૂર્ત જોઈને જ કરવામાં આવે છે.
સંવતની શરૂઆત માટે વિક્રમાદિત્યે સમગ્ર પ્રજાનું દેવું માફ કર્યું
વિક્રમ સંવતના પિતા વિક્રમાદિત્ય રાજા ભર્તુહરીના નાના ભાઈ હતા.ભર્તુહરીને તેની પત્નીએ દગો આપ્યો ત્યારે તે રાજ્ય છોડીને સન્યાસ લીધો હતો. રાજ્ય વિક્રમાદિત્યને સોંપવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે રાજા વિક્રમાદિત્યએ તેમની પ્રજાનું સંપૂર્ણ દેવું માફ કરી દીધું હતું, જેથી લોકોની આર્થિક સમસ્યા ખતમ થઈ. તે સમયે જે રાજા પોતાની પ્રજાનું સંપૂર્ણ ઋણ માફ કરી દેતો હતો ત્યારે સંવત તેના નામે ચાલતો હતો. આ જ કારણે વિક્રમ સંવત તેમના નામે લોકપ્રિય થયા હતા
વિક્રમ સંવત પહેલા કયું પંચાંગ ચાલતુ હતું
લગભગ 5 હજાર વર્ષ પહેલા એટલે કે દ્વાપર યુગ પહેલા પણ સપ્તર્ષિઓના નામે સંવત ચાલતો હતો. શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો. આ પછીનો યુગ શ્રીકૃષ્ણના નામથી પ્રચલિત થયો. દ્વાપર યુગ પછી કળિયુગની શરૂઆત થઈ. શ્રી કૃષ્ણ સંવતના લગભગ 3000 વર્ષ પછી વિક્રમ સંવતની શરૂઆત થઈ જે આજ સુધી પ્રચલિત છે.
આ વર્ષ હિન્દુ કેલેન્ડરમાં કેટલા મહિના હશે
હિન્દુ કેલેન્ડર મુજબ નવું વર્ષ 12 મહિનાનું રહેશે. હકીકતમાં છેલ્લું હિન્દુ વર્ષ અધિકમાસને કારણે 12ને બદલે 13 મહિનાનું હતું. પરંતુ આ વખતે વિક્રમ સંવત વર્ષ 2081 સામાન્ય રહેશે અને તેમાં 12 મહિના પુરા રહેશે.