ગાઝામાં દર 10 મિનિટે એક બાળકનું મોત! જાણો, 3 હોસ્પિટલોને ઈઝરાયલની સેનાએ શા માટે ઘેરી
આર-પારનું યુદ્ધ લડી રહેલા ઈઝરાયલે હવે વચ્ચે ગાઝામાં હોસ્પિટલોમાં નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે, આ હોસ્પિટલ હમાસ આતંકવાદીઓનો અડ્ડો છે. હમાસના આતંકવાદી તેનો સુરક્ષિત ઠેકાણાઓના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે અને દર્દીઓને ઢાલ બનાવી રહ્યા છે. હવે આ હોસ્પિટલો પર ઈઝરાયલ બોમ્બ વરસાવી રહ્યું છે. એક-એક કરીને ઈઝરાયલના ટેન્કોને ગાઝાની વચ્ચોવચ ત્રણ હોસ્પિટલનોને નિશાન બનાવી. IDFનું કહેવું છે કે, હમાસની નાસેર રાડવાન કંપનીના કમાન્ડર અહમદ સિયામ ઠાર મરાયો છે. દાવો છે કેસ સિયામે ગાઝાના રાન્તિસી હોસ્પિટલમાં લગભગ 1000 ગાઝા નિવાસીઓને બંધક બનાવ્યા હતા.
આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિદેશક ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું કે, ગાઝા પટ્ટીમાં સરેરાશ 10 મિનિટમાં એક બાળકનું મોત થઈ રહ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, ક્યાંય પણ અને કોઈ પણ સુરક્ષિત નથી.
તેમણે કહ્યું કે, ગાઝાની 36 હોસ્પિટલોમાંથી અડધી અને બે-તૃત્યાંશ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં સારવાર નથી થઈ રહી. જ્યાં સારવાર થઈ રહી છે તેમાં ક્ષમતાથી વધુ દર્દી પહોંચી રહ્યા છે. તેનાથી ગાઝામાં સ્વાસ્થ્ય સેવા પ્રણાલી પડી ભાંગી છે.
ઘેબ્રેયસસે 15 સભ્યવાળી પરિષદે જણાવ્યું કે, હોસ્પિટલો ઈજાગ્રસ્તો, બીમારો અને મૃતકોથી ભરેલી છે. મૃર્દાઘર ભરેલા છે. વગર એનેસ્થીસિયાની સર્જરી કરવામાં આવી રહી છે. હજારો વિસ્થાપિત લોકો હોસ્પિટલોમાં શરણ લઈ રહ્યા છે, ગાઝામાં સરેરાશ દર 10 મિનિટમાં એક બાળક મૃત્યુ પામી રહ્યું છે.