Get The App

હમાસ હુમલાની વર્ષીના દિને પાકિસ્તાનીએ ન્યૂયોર્કમાં હુમલા કરવાની યોજના ઘડી હતી

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
હમાસ હુમલાની વર્ષીના દિને પાકિસ્તાનીએ ન્યૂયોર્કમાં હુમલા કરવાની યોજના ઘડી હતી 1 - image


- મુહમ્મદ શાહઝેબખાનની કેનેડામાં ધરપકડ થઈ : તે 'ખિલાફત'નો કટ્ટર સમર્થક છે : તેણે બીજાને પણ 'તૈયાર' કર્યા

વૉશિંગ્ટન : અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસે જણાવ્યું હતું કે મુહમ્મદ શાહઝેબખાન નામના એક પાકિસ્તાની ત્રાસવાદીની કેનેડામાં ધરપકડ કરવામાં આવી છે. આ શાહઝેબખાન હમાસે દ.ઈઝરાયલ પર કરેલા ત્રાસવાદી હુમલાની વર્ષીના દિને ૭ ઓક્ટોબરે ન્યૂયોર્કમાં વ્યાપક આતંકી હુમલા કરવાની યોજના ઘડી હતી. આ આતંકી 'ખિલાફત' (આઈએસઆઈએસ)નો કટ્ટર સમર્થક હોવાનું પણ જાણવા મળ્યું છે.

માત્ર ૨૦ વર્ષની વયનો જ એ આતંકી ન્યૂયોર્ક સ્થિત યહૂદીઓ ઉપર ખૂની હુમલા કરવાની યોજના ઘડી રહ્યો હતો. ગત વર્ષે તા. ૭ ઓક્ટોબરે હમાસ આતંકવાદીઓએ દક્ષિણ ઈઝરાયલ પર કરેલા આતંકી હુમલાની વર્ષી દિને કરવા ધારેલા હુમલામાં સાથ આપવા તેણે તેની જેવા જ અન્ય કટ્ટર પંથીઓને તૈયાર કરી રહ્યો હતો. તેણે મોબાઈલ પર તેઓ સાથે કરેલી વાતચીત ઈન્ટરસેપ્ટ થઈ જતા અમેરિકાની આંતરિક જાસુસી સંસ્થા ફેડરલ-બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશના કર્મચારીઓ ગુપ્તવેશમાં (દાઢી વધારી સાથે ટોપી પહેરી) શાહઝેબખાન સાથે જોડાઈ ગયા હતા. તેઓ પાકિસ્તાનમાં પ્રચલિત ઊર્દૂ આધારિત 'હિન્દુસ્તાની'' ભાષા પણ તે પાકિસ્તાની આતંકી જેટલી જ સરળતાથી બોલી શકતા હતા. તેમણે શાહઝેબખાનનો વિશ્વાસ જીતી લીધો અને તેની પાસેથી આ માહિતી પ્રાપ્ત કરાઈ હતી. તે પછી તુર્ત જ તેની ધરપકડ કરાઈ હતી.

નિરીક્ષકોના મતે આ કટ્ટરવાદીઓમાં મગજમાંથી હજીએ મધ્યયુગની 'ખિલાફત'ના ખ્યાલમાં જ જીવે છે. તે સાકાર તો થઈ શકે તેમ નથી, તે પણ વાત છે, આમ છતાં તે આંતકીઓ દુનિયાભરમાં આતંક ફેલાવી પોતે પોતાના દીવા સ્વપ્નમાં જીવી રહ્યા છે.


Google NewsGoogle News