Get The App

પાકિસ્તાન: ખૈબર પખ્તૂનખ્વામાં પાક. સૈનિકોના કાફલા પર આત્મઘાતી હુમલો, બ્લાસ્ટમાં એકનું મોત અને 21 ઘાયલ

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાન: ખૈબર પખ્તૂનખ્વામાં પાક. સૈનિકોના કાફલા પર આત્મઘાતી હુમલો, બ્લાસ્ટમાં એકનું મોત અને 21 ઘાયલ 1 - image


Image Source: Twitter

ઈસ્લામાબાદ, તા. 27 નવેમ્બર 2023 સોમવાર

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સૈનિકોના કાફલા પર આત્મઘાતી હુમલો થયો છે. ટીટીપીથી અલગ થયેલા જૂથ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ અને 13 સુરક્ષા કર્મચારીઓ સહિત 21 ઈજાગ્રસ્ત થઈ ગયા છે.

સુરક્ષાદળોના કાફલા પર આત્મઘાતી હુમલો

સ્થાનિક પોલીસે જણાવ્યુ કે રવિવારે બન્નૂ છાવણીમાં આઝાદ મંડીની પાસે ઉત્તરી વજીરિસ્તાન જિલ્લાથી બન્નૂ જઈ રહેલા સુરક્ષા દળોના કાફલાને વિસ્ફોટકોથી ભરેલા એક વાહને ટક્કર મારી દીધી. બ્લાસ્ટમાં એક પદયાત્રીનું મોત નીપજ્યુ અને 13 સુરક્ષાકર્મી અને 8 નાગરિક ઈજાગ્રસ્ત થઈ ગયા. ઈજાગ્રસ્તોને બન્નૂના સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ત્રણ સુરક્ષાકર્મચારીઓની હાલત ગંભીર

પોલીસ અનુસાર 3 સુરક્ષાકર્મચારીઓની હાલત ગંભીર છે. પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના હાફિઝ ગુલ બહાદુર જૂથે આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લીધી છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના સુરક્ષા દળોએ રવિવારે પ્રાંતમાં એક ખાનગી આધારિત ઓપરેશન દરમિયાન આઠ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. 


Google NewsGoogle News