Get The App

VIDEO : 'ભારતીયો પાગલ છે, નિયમ નથી પાળતાં...' અમેરિકામાં ભારતવંશી પરિવાર પર જાતિવાદી હુમલો

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
racist-attack-on-indian-origin-photographer


Indians Racist Remark: અમેરિકામાં એક ભારતીય-અમેરિકન વેડિંગ ફોટોગ્રાફર અને તેના પરિવારને ખૂબ જ ખરાબ જાતિવાદી અનુભવનો સામનો કરવો પડ્યો. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ફોટોગ્રાફરના પરિવાર પર એક મુસાફરે ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમજ તેમના પરિવાર વિરુદ્ધ પણ જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. 

લોસ એન્જલસ ઍરપૉર્ટ પર મહિલાએ કરી જાતિવાદી ટિપ્પણી

આ ઘટના લોસ એન્જલસમાં બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરવેઝ તૌફિક નામના ફોટોગ્રાફર 24 નવેમ્બરે તેમની પત્ની અને ત્રણ પુત્રો સાથે કાન્કુનથી લોસ એન્જલસ જઈ રહ્યા હતા. લોસ એન્જલસ ઍરપૉર્ટ પર ઉતર્યા બાદ જ્યારે તે ટ્રાન્સફર બસમાં બેઠા હતા ત્યારે સામે બેઠેલી એક મહિલાએ તેના પરિવારને વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. 

અન્ય પ્રવાસીઓએ પણ તૌફિકનું સમર્થન કર્યું   

જ્યારે સિક્યોરિટીને બોલાવવામાં આવી ત્યારે મહિલાએ તેના આ કૃત્યને યોગ્ય ઠેરવ્યું અને કહ્યું કે, પોતે જ પીડિત છે. એર લાઇન્સ કર્મચારી એ વાતની પરવા નથી કરતા કે હું જાતિવાદી છું. હું અમેરિકન છું અને તમે મારા માટે જાતિવાદી છો.' આ દરમિયાન જ્યારે તૌફિકે કહ્યું કે અમે પણ અમેરિકન છીએ, ત્યારે આ મહિલાએ જવાબ આપ્યો કે, 'તમે અમેરિકન નથી, તમે ખરેખર ભારતના છો.' 

આ દરમિયાન અન્ય મુસાફરોએ તૌફિકનું સમર્થન કરીને મહિલા વિરુદ્ધ બોલવાનું શરુ કર્યું હતું અને મહિલાને તેના દુર્વ્યવહારના કારણે બસમાંથી ઉતારવાનું પણ કહ્યું હતું. 

આ પણ વાંચો: Oxford Word of the Year તરીકે 'બ્રેન રોટ' ની પસંદગી, જાણો શું થાય છે તેનો મતલબ

તૌફિકે વીડિયો શેર કર્યો છે

આ ઘટના બાદ તૌફીકે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને નારાજગી વ્યક્ત કરી હતી. યુનાઈટેડ એરલાઇન્સે મહિલાની વર્તણૂકને ગંભીરતાથી લઈને તેને ભવિષ્યમાં તેની ફ્લાઇટમાં મુસાફરી કરવા પર રોક લગાવી દીધી છે.  

VIDEO : 'ભારતીયો પાગલ છે, નિયમ નથી પાળતાં...' અમેરિકામાં ભારતવંશી પરિવાર પર જાતિવાદી હુમલો 2 - image



Google NewsGoogle News