પેરિસ ઓલિમ્પિક વચ્ચે આવ્યા મોટા સમાચાર, ખેલાડીઓ, દર્શકો અને આયોજકોની ચિંતા પણ વધારી

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
પેરિસ ઓલિમ્પિક વચ્ચે આવ્યા મોટા સમાચાર, ખેલાડીઓ, દર્શકો અને આયોજકોની ચિંતા પણ વધારી 1 - image


Olympics 2024 Heat Wave At Paris: પેરિસ ઓલિમ્પિક 2024માં આજે ખેલનો પાંચમો દિવસ છે. જેમાં તમામ ખેલાડીઓ દરેક સંભવિત મેડલ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાના છે. પરંતુ પેરિસનું હવામાન ન તો એથ્લેટ્સને, ન તો દર્શકોને અને ન તો આયોજકોને સમર્થન આપી રહ્યું છે. ઓપનિંગ સેરેમની દરમિયાન જે રીતે વરસાદ પડી રહ્યો હતો તે જોઈને લાગી રહ્યું હતું કે પેરિસમાં એથલેટ્સને ગરમીમાંથી રાહત મળશે. પણ હવે બરાબર તેનાથી ઊલટું થઈ રહ્યું છે. પેરિસમાં ભીષણ ગરમીએ હાહાકાર મચાવી દીધો છે.

ફ્રાન્સ હવામાન સેવાએ વાવાઝોડાની ચેતવણી આપી

ગત અથવાડિયે પડેલા ભારે વરસાદ બાદ મંગવારે પેરિસ ઓલિમ્પિક 2024માં હવામાને વળાંક લીધો છે. તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે એથલેટ્સ, દર્શકો અને અધિકારીઓ ગરમીથી બેહાલ થઈ ગયા છે. ફ્રાન્સ હવામાન સેવાએ રાજધાની માટે મોટા વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. સાંજે વાવાઝોડું, ભારે વરસાદ, કરા અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. સાંજે સંભવિત વરસાદથી થોડી રાહત મળી શકે છે, પરંતુ દિવસભરની ગરમીએ સૌને પરેશાન કર્યા છે.

ગત મહિને વિજ્ઞાનિકો અને એથલેટ્સે આપી હતી ભીષણ ગરમીની ચેતવણી

ગત મહિને જળવાયુ વિજ્ઞાનિકો અને એથલેટ્સ દ્વારા સમર્થિત એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી કે અત્યંત ઊંચું તાપમાન ગેમ્સ માટે જોખમી બની શકે છે. તાજેતરના વર્ષોમાં પેરિસે અનેક રેકોર્ડ બ્રેક હીટવેવનો સામનો કર્યો છે. 

પેરિસ ઓલિમ્પિક 2024માં ગરમીથી એથલેટ્સ પરેશાન

શુક્રવારે ઓપનિંગ સેરેમની દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો અને તાપમાન ઠંડુ રહ્યું હતું જ્યારે શનિવારે વરસાદે કેટલીક ઈવેન્ટ્સમાં વિક્ષેપ પાડ્યો હતો. પરંતુ તાજેતરના દિવસોમાં તાપમાનમાં સતત વધારો થયો છે. જર્મન હોકી ખેલાડી ક્રિસ્ટોફર રુહરને આ ફેરફારને અનુભવ્યું છે. લાગ્યું. તેમણે કહ્યું કે, આ છેલ્લા દિવસો કરતાં એક મોટો ફેરફાર હતો જ્યારે વરસાદ પડી રહ્યો હતો અને તાપમાન 20 ડિગ્રી હતું. પરંતુ દરેકને તેનો સામનો કરવો પડશે અને હવે અમે આઈસ બાથ લેવા જઈ રહ્યા છીએ. અમારી પાસે આઈસ વેસ્ટ અને આઈસ ટોવેલ્સ છે. 


Google NewsGoogle News