Get The App

'ત્યાં બાબરી મસ્જિદ 5 દાયકાથી હતી...' અયોધ્યામાં રામ મંદિર નિર્માણથી 57 મુસ્લિમ દેશો ચિંતિત

પાકિસ્તાન સરકારે પણ રામ મંદિર નિર્માણને 'ગંભીર ખતરો' ગણાવ્યો હતો

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
'ત્યાં બાબરી મસ્જિદ 5 દાયકાથી હતી...' અયોધ્યામાં રામ મંદિર નિર્માણથી 57 મુસ્લિમ દેશો ચિંતિત 1 - image


નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી 2024, બુધવાર

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં સંપન્ન થયેલી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પર 57 મુસ્લિમ દેશોના સંગઠન 'ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશને' પ્રતિક્રિયા આપી છે. OICએ નિવેદન જારી કરીને કહ્યું કે, ઈસ્લામિક સ્થળ (બાબરી મસ્જિદ)ને તોડી પાડીને બનાવવામાં આવેલા આ મંદિરની અમે નિંદા કરીએ છીએ.

OIC એટલે કે 57 મુસ્લિમ દેશોનું સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર વાંધો વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આ સ્થળ પર અગાઉ 5 દાયકાથી બાબરી મસ્જિદ હતી. આ પહેલા પાકિસ્તાને પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર સવાલ ઉઠાવ્યા હતા. 22 જાન્યુઆરીના રોજ હિન્દુ સમાજના 500 વર્ષના આકરા સંઘર્ષ બાદ હજારો મહેમાનોની હાજરીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન થયો. 

OICએ રામ મંદિરના નિર્માણ અને ઉદ્ધાટન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

OIC દ્વારા મંગળવારે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યુ હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન OIC મહાસચિવાલય ભારતના શહેર અયોધ્યામાં જે સ્થાન પર પહેલા બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે જ સ્થળ પર તાજેતરમાં રામ મંદિરના નિર્માણ અને ઉદ્ધાટન પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. 

આ સાથે જ એ પણ કહેવામાં આવ્યું કે, છેલ્લા સત્રોમાં વિદેશ મંત્રીઓના પરિષદ દ્વારા વ્યક્ત કરાયેલા વલણ અનુસાર મહાસચિવાલય એ કામોની નિંદા કરે છે જેનો ઉદ્દેશ્ય બાબરી મસ્જિદના પ્રતિનિધિત્વ વાળા ઈસ્લામિક સ્મારકોને નષ્ટ કરવાનો છે.

પાડોસી દેશ પાકિસ્તાન પણ નારાજ

રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને બાબરી મસ્જિદ તોડી પાડીને તે સ્થળે રામ મંદિરના ઉદ્ઘાટનની સખત નિંદા કરતા કહ્યું હતું કે, ઉશ્કેરાયેલા ટોળાએ 6 ડિસેમ્બર 1992ના રોજ સદીઓ જૂની મસ્જિદને તોડી પાડી હતી. તે નિંદનીય છે કે ભારતની સૌથી મોટી અદાલતે આ ઘટના માટે જવાબદાર લોકોને નિર્દોષ જાહેર કરી દીધા અને એટલું જ નહીં તે જ સ્થળે રામ મંદિરના નિર્માણને મંજૂરી પણ આપી.

પાકિસ્તાન સરકારે રામ મંદિર નિર્માણને 'ગંભીર ખતરો' ગણાવ્યો હતો. વિદેશ કાર્યાલયે કહ્યું હતું કે, છેલ્લા 31 વર્ષો દરમિયાનના ઘટનાક્રમ બાદ આજે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ભારતમાં વધતા બહુમતીવાદનો સંકેત છે. આ ભારતીય મુસ્લિમોને સામાજિક, આર્થિક અને રાજકીય રૂપે હાશિયા પર ધકેલવા માટે કરવામાં આવી રહેલા પ્રયત્ન હેઠળ ઉઠાવવામાં આવેલું પગલુ છે. તે અનુસાર ભારતમાં હિન્દુત્વની વધતી વિચારધારા ધાર્મિક સદ્ભાવ અને ક્ષેત્રીય શાંતિ માટે ગંભીર ખતરો છે. 

શું છે OIC ?

ચાર મહાદ્વીપોના 57 દેશો વાળુ આ સંગઠન લગભગ 2 આરબની વસતીનું પ્રતિનિધિત્વ કરે છે. OIC સંયુક્ત રાષ્ટ્ર બાદ વિશ્વનું બીજુ સૌથી મોટું ઈન્ટર ગવર્નમેન્ટલ ગ્રુપ છે. તેનું હેડક્વાર્ટર સાઉદી આરબના જેદ્દાહ શહેરમાં છે. OICમાં ગલ્ફ કન્ટ્રી સાઉદી આરબ અને તેના સહયોગી દેશોનો દબદબો માનવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય આતંરરાષ્ટ્રીય શાંતિ અને સદ્ભાવ બનાવી રાખી મુસલમાનોની સુરક્ષા કરવાનો છે. 

ભારત OICનો સભ્ય નથી

આ સંગઠન પોતાને મુસ્લિમ વિશ્વના સામૂહિક અવાજ તરીકે ઓળખાવે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે પરંતુ તેમ છતાં ભારત ન તો OICનું સભ્ય છે કે ન તો તેને નિરીક્ષકનો દરજ્જો મળ્યો છે. પાકિસ્તાન સતત ભારતને આ મંચથી દૂર રાખવાની કોશિશ કરતો આવ્યો છે . 


Google NewsGoogle News