દર ૪ વર્ષ ફેબુ્આરી મહિનામાં ૨૯ તારીખે આવે છે, પૃથ્વીની ભ્રમણ કક્ષા સાથે ધરાવે છે ખાસ કનેકશન
પોપ ગ્રેગરી-૧૨ મા એ લીપ યરઉમેરીને કેલેન્ડર તૈયાર કર્યુ હતું
લીપ યરમાં જન્મ લેનારાઓનો બર્થ ડે દર ચાર વર્ષે આવે છે
નવી દિલ્હી,૨૯ ફેબુ્આરી,૨૦૨૪,ગુરુવાર
એક વર્ષમાં આમ તો ૩૬૫ દિવસ હોય છે પરંતુ ૨૦૨૪ના વર્ષમાં ફેબુ્રઆરી મહિનામાં ૨૯ દિવસો થતા હોવાથી ૩૬૬ દિવસો થાય છે. ફેબુ્આરી મહિનાના ૨૮ દિવસ હોય છે પરંતુ લીપ યર દર ચાર વર્ષે આવતું હોવાથી ૧ દિવસ ઉમેરાય છે. આનું કારણ પૃથ્વીની ભ્રમણ કક્ષા સાથે જોડાયેલું છે. પૃથ્વીને સૂર્યનું એક ચક્કર લગાવવામાં ૩૬૫ દિવસ અને ૫ કલાક ૪૮ મીનિટ અને ૪૫ સેકન્ડ લાગે છે. આ ૬ કલાક ચાર વર્ષે ૨૪ કલાક થાય છે જેથી કરીને એક દિવસ ઉમેરાય છે.
લીપ યર માણસે તૈયાર કરેલા કેલેન્ડર અને પૃથ્વીના ભ્રમણની ગતિ સાથે તાલમેલ બેસાડવા માટે છે. લીપ યર ઉમેરવાથી ઋતુચક્રને ચોકકસ રીતે નિર્ધારિત કરવામાં મદદ મળે છે. લીપ યર સાથે પ્રાચીન ઇતિહાસ જોડાયેલો રહયો છે. એક સમય હતો કે કેલેન્ડર અંગે ખૂબજ અરાજકતા જોવા મળી હતી. પોપ ગ્રેગરી-૧૨ મા એ લીપ યરનો સમાવેશ કરીને ગ્રેગોરિયન કેલેન્ડર તૈયાર કર્યુ હતું જે ઇસ ૧૫૮૨માં બનાવાયું હતું. ૪૦૦ વર્ષ પહેલા લગભગ ૯૭ જેટલા લિપ યર આવ્યા છે. આમ લાંબા ગાળે કેલેન્ડરને સટિક તૈયાર કરવા માટે ખૂબજ ઉપયોગી સાબીત થયું છે.
જો કે બધી સંસ્કૃતિઓ ગ્રેગોરિયન કેલેન્ડરના આ નિયમનું પાલન કરવામાં આવતું નથી. દરેકની ગણતરીઓ આ મામલે જુદી જુદી છે. જેમ કે હિબુ્ર કેલેન્ડરમાં દર ૧૯ વર્ષે એક વધારાનો મહિનો જોડવામાં આવે છે. લીપયરમાં જન્મ લેનારાઓનો બર્થ ડે દર ચાર વર્ષે આવે છે. કેેટલાક ૨૮ તારીખની ઢળતી રાત્રિને જ જન્મ દિવસ માનીને ઉજવે છે તો કેટલાક ૪ વર્ષની રાહ જોતા રહે છે.
૨૯ ફેબુ્આરીએ જન્મદિન આવતો હોય તેવી વ્યકિતને લીપલિંગ કહેવામાં આવે છે. લીપ યર અંગે વિવિધ દેશોની સંસ્કૃતિઓમાં મહત્વ રહયું છે. ઓલંપિક રમતોત્સવનું આયોજન લીપ યરના આધારે થાય છે. લીપ યરમાં પૃથ્વની સૂર્યની પરિક્રમા કરવામાં લાગતા સમયના લીધે જ એકસ્ટ્રા દિવસ આવે છે. આ એકસ્ટ્રા દિવસ ફેબુ્આરી મહિનામાં જોડાવામાં આવે છે.