પરમાણુ મંત્રણા થંભી રહી છે : દરમિયાન ઇરાને એન્ટીરક યુરેનિયમનો જથ્થો વધાર્યો
- IAEAનો આક્ષેપ
- પ્રમુખ રઇસીનાં નિધન પછી મંત્રણા અટકી પડી છે દરમિયાન ઇરાને આર્થિક પ્રતિબંધો ઉઠાવી લેવાનું બહાનું કાઢ્યું
વીએન : ઇરાને એન્ટીરક યુરેનિયમનો જથ્થો પરમાણુ શસ્ત્ર બનાવી શકાય તેટલી હદે વધારી દીધો હોવાનું જાણવા મળ્યું છે. તેમ પરમાણુ શસ્ત્રો ઉપર સતત નજર રાખતી સંસ્થા ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈએઇએ) જણાવે છે. ઇરાને આટલો મોટો એન્ટીરક યુરેનિયમનો જથ્થો રાખવો ન જોઈએ તેમ ૨૦૧૫માં શરૂ થયેલા પરમાણુ શક્તિ ધરાવતા દેશોના સમુહે અનુરોધ પૂર્વક ઇરાનને જણાવ્યું હતું. આઇએઇએ પણ તે માટે અનુરોધ કર્યો હતો.
હાલ તુરત તો આ મંત્રણાઓ ઇરાનના પ્રમુખ ઇબ્રાહીમ રઇસીનાં નિધનને લીધે થંભી ગઈ છે તે અલગ વાત છે.
બીજી તરફ ઇરાનનું કહેવું તેમ છે કે તે તેનો પરમાણુ કાર્યક્રમ આગળ વધતો ત્યારે જ અટકાવી શકે કે જયારે તેની ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવામાં આવે. આ ઉપરથી એમ લાગે છે કે, ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેલી જ આ અંગે નમતું જોખવા તૈયાર નથી.
આઇએઇએ પાસે માહિતી છે કે તે પ્રમાણે મે ૧૧ ના દિવસે ઇરાન પાસે ૧૪૨.૧ કિગ્રા (૩૧૩.૨ પાઉન્ડ) જેટલો સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો તેની પાસે છે. જે ૩ એટમ બોંબ બનાવવા માટે પૂરતો છે. તેણે બીજા ૪૨ કિ.ગ્રા. યુરેનિયમને ૬૦ ટકા જેટલું તો શુદ્ધ કરી લીધું છે. જે પૂર્વના રિપોર્ટ કરતાં ૨૭.૬ કિગ્રા (૪૫.૫ પાઉન્ડ) જેટલું વધુ છે.
હવે ઇરાન તે ૯૦ ટકા જેટલી શુદ્ધતા કરી રહ્યું છે. હવે આ યુરેનિયમ ૧૦૦ ટકા શુદ્ધ બની પણ રહેશે. તેથી ઇરાન પરમાણુ શસ્ત્રો બનાવવા માટે સક્ષમ થઇ જશે. અત્યારે જ તેની પાસે જેટલુ શુદ્ધ યુરેનિયમ છે તેમાંથી તે ૩ એટમ બોંબ તો બનાવી જ શકે તેમ છે. તેથી આ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થા ઇંટરનેશનલ એટમિક એનર્જી એજન્સીનું (આઈએઇએનું) ધારવું છે.
વાસ્તવમાં ૨૦૧૫માં ઇરાન સાથે થયેલ કરારો પ્રમાણે ઇરાને ૩.૬૭ ટકા શુદ્ધતાવળુ ૩૦૦ કિ.ગ્રા. સમૃદ્ધ યુરેનિયમ (એન્ટીરડ યુરેનિયમ) રાખવાનું હતું જે તેની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા માટે પૂરતું છે. પરંતુ તે કરારોને એક તરફ મુકી વધુ સમૃદ્ધ યુરેનિયમ બનાવવા ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેની આગ્રહ રાખે છે.
ટૂંકમાં પરિસ્થિતિ ઘણી ગુંચવાઈ રહી છે.