ચંદ્ર પર કમાલ કરી બતાવવાની તૈયારી, ચીન-ભારત રશિયા સાથે મળીને બનાવશે ન્યૂક્લિયર પ્લાન્ટ
Nuclear Power Plant on Moon: ચંદ્ર પર પરમાણુ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે રશિયા સાથે ભારત અને ચીન કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ અંગે ભારત કે ચીન સરકાર તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ખાસ વાત એ છે કે આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારત વર્ષ 2040 સુધીમાં ચંદ્ર પર મનુષ્યને મોકલવાની અને બેઝ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે.
રોસાટોમ રશિયાની ન્યુક્લિયર એજન્સી કોર્પોરેશન
એક મીડિયા રિપોર્ટમાં રશિયન એજન્સી તાસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ મિશનનો ઉલ્લેખ રોસાટોમ ચાઈના એલેક્સી લિખાચેવ દ્વારા કરવામાં આવ્યો છે. રોસાટોમ રશિયાની ન્યુક્લિયર એજન્સી કોર્પોરેશન છે, જેના ભારત સાથે સંબંધો છે.'...લિખાચેવે વ્લાદિવોસ્તોકમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, 'આંતરરાષ્ટ્રીય સમુદાયની ભાગીદારી સાથે, અમારા ચીની અને ભારતીય ભાગીદારો પણ તેમાં ખૂબ રસ લઈ રહ્યા છે.'
આ પણ વાંચો: 'મારા માટે ભારતીય દેવતાનો મતલબ છે....', રાહુલ ગાંધી અમેરિકામાં ભગવાન વિશે આ શું બોલ્યાં?
શું છે આ પ્રોજેક્ટ?
રોસાટોમની આગેવાની હેઠળના આ પાવર પ્રોજેક્ટ હેઠળ એક નાનો પરમાણુ પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્લાન્ટ બેઝની જરૂરિયાત મુજબ ઉર્જા ઉત્પન્ન કરી શકશે. લિખાચેવે કહ્યું કે, 'ભારત અને ચીન આ પ્રોજેક્ટનો હિસ્સો બનવા માંગે છે.' મે મહિનામાં પણ રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે કહ્યું હતું કે, 'ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે અને તે ચંદ્ર પર સ્થાપિત થવાનું છે.'
આ રિએક્ટર રશિયા અને ચીનના સંયુક્ત પ્રયાસોથી બની રહેલા બેઝને ઉર્જા આપશે. વર્ષ 2021માં રશિયા અને ચીને ઈન્ટરનેશનલ લુનર રિસર્ચ સ્ટેશન (ILRS) નામથી ચંદ્ર પર બેઝ બનાવવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ તબક્કાવાર વર્ષ 2035 અને 2045માં કરવામાં આવશે.