હવે આ દેશ પર પણ હુમલો કરવા તૈયાર ઈઝરાયલ, કહ્યું- પાષાણ યુગમાં પહોંચાડી દઇશું

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
હવે આ દેશ પર પણ હુમલો કરવા તૈયાર ઈઝરાયલ, કહ્યું- પાષાણ યુગમાં પહોંચાડી દઇશું 1 - image


Image: Facebook

Benjamin Netanyahu: ઈઝરાયલ તરફથી ગાઝા પટ્ટી પર છેલ્લા 9 મહિનાથી સતત હુમલા ચાલુ છે. ખાન યૂનિસ, રાફા સહિત ઘણા શહેર ઈઝરાયલી હુમલાથી તબાહ થઈ ચૂક્યા છે અને લગભગ 10 લાખ લોકોને પલાયન કરવું પડ્યું છે. તે બાદ હવે તે વધુ એક મોર્ચો ખોલવાની તૈયારીમાં છે. ઈઝરાયલે લેબનાનની સરહદ પર પોતાના સૈનિકોને તૈનાત કરી દીધા છે અને કોઈ પણ સમયે હુમલા માટે તૈયાર રહેવાનું કહ્યું છે. ગાઝા પટ્ટીમાં હમાસની તરફથી જારી હુમલાની વચ્ચે ઈઝરાયલ પર હિઝબુલ્લાહે પણ આતંકી હુમલા કર્યાં હતા. આ આંતકી સંગઠન લેબનાનમાં સક્રિય છે અને તેને ઈરાનનું સમર્થન છે. દરમિયાન ઈઝરાયલે હવે લેબનાનને જ નિશાન બનાવવાનો નિર્ણય કર્યો છે.

ઈઝરાયલના આ એલાનની સાથે જ વિશ્વભરના નેતા સતર્ક થઈ ગયા છે. ઘણા નેતાઓએ બેન્જામિન નેતન્યાહુને ચેતવ્યા છે કે તે આનાથી બચે કેમ કે યુદ્ધ મોટું સ્વરૂપ લઈ શકે છે. નેતન્યાહુએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે. જેમાં તે ઈઝરાયલી સુરક્ષા દળોથી કહી રહ્યાં છે કે અમે જીત માટે તૈયાર અને પ્રતિબદ્ધ છીએ. ઈઝરાયલના વરિષ્ઠ અધિકારીઓએ લેબનાન સરહદનો પ્રવાસ કર્યો છે. લેબનાન અને ઈઝરાયલની વચ્ચે આ તણાવ એવા સમયે થયો છે, જ્યારે ડિફેન્સ મિનિસ્ટર યાઓવ ગેલેન્ટ 4 દિવસના વોશિંગ્ટન પ્રવાસથી નીકળ્યા છે.

લેબનાનમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને ઈરાનનું સમર્થન રહ્યું છે. તેની તરફથી ગત મહિનાઓમાં સતત ઈઝરાયલ તરફ મિસાઈલ દાગવામાં આવી છે. જેના કારણે ઈઝરાયલ એક સાથે બે મોર્ચા પર ઘેરાયું છે. પહેલા ઈઝરાયલે હમાલ પર નિશાન સાધ્યુ અને ગાજા પટ્ટીને તબાહ કરી નાખી. તે બાદ હવે ઈઝરાયલે લેબનાનને નિશાન બનાવવાનો નિર્ણય કર્યો છે. સ્થિતિ એવી છે કે અમેરિકા, ભારત સહિત ઘણા દેશોએ પોતાના નાગરિકોને લેબનાન ન જવાની સલાહ આપી છે. આ સિવાય ત્યાં હાજર પોતાના નાગરિકોને જરૂરી કામ હોય તો જ નીકળવાનું સૂચન કર્યું છે.


Google NewsGoogle News