Get The App

ચીન હવે જાપાન સાથે સંઘર્ષ કરી રહ્યું છે! એરક્રાફ્ટ લઈ ઘુસણખોરી કરી હોવાનો દાવો

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
China violated Territorial Airspace


China Aircraft Violated Territorial Airspace OF Japan: હવે ચીન જાપાનના હવાઈ ક્ષેત્રમાં દખલગીરી કરી રહ્યું છે. સોમવારે જાપાને આ અંગે માહિતી આપી હતી અને કહ્યું કે ચીનના વિમાને અમારા હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. આ અંગે જાપાન સરકારે ચીનના કાર્યકારી રાજદૂતને જાણ કરી વિરોધ નોંધાવ્યો છે.

જાપાન મંત્રાલયે જણાવ્યું કે, સોમવારે સવારે 11.29 વાગ્યે Y-9 વિમાને ઈસ્ટ ચાઈના સીમાં નાગાસાકી ખાતે દાંજો દ્વિપો પાસે હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. જાપાને કહ્યું કે, ચીનનું વિમાન તેના હવાઈ સીમામાં લગભગ 2 મિનિટ સુધી રોકાયુ હતું. જેના લીધે ઈમરજન્સી સ્થિતિમાં જાપાને તેના ફાઈટર વિમાનો તૈનાત કર્યા હતા. જાપાનના મીડિયા સૂત્રો અનુસાર, આ ઘટનાના લીધે બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. ક્ષેત્રમાં અને તાઈવાન સાથે ચીનની વધતા તણાવના કારણે અમેરિકા અને તેના સહયોગીઓની ચિંતા વધી છે. જાપાન પણ ભારત, ઓસ્ટ્રેલિયા, અને અમેરિકા સાથે QUAD ગ્રૂપનો હિસ્સો છે. 

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને અંકુશમાં લેવા માટે તૈયારીઓ શરૂ

જાપાનની સત્તા હેઠળના ચાઈના સીમાં સનકાકૂ દ્વિપો પર ચીન દાવો કરે છે. આ મામલે ચીન અને જાપાનની નૌકાઓ વચ્ચે અવારનવાર મતભેદો થઈ ચૂક્યા છે. ઉત્સુરી આઈલેન્ડ, મિનામીકોજિમા અને કિતાકોજીમા વિવાદિત ટાપુઓને ચીનમાં દિયાયુ તરીકે ઓળખવામાં આવે છે.  


ચીન હવે જાપાન સાથે સંઘર્ષ કરી રહ્યું છે! એરક્રાફ્ટ લઈ ઘુસણખોરી કરી હોવાનો દાવો 2 - image


Google NewsGoogle News