વિવેક રામાસ્વામી નહીં : માર્કો રૂબિયો યુએસના નવા વિદેશ મંત્રી : આ પદે પહોંચનારા તેઓ પહેલા લેટિનો
- પૂર્વે યુએનમાં રાજદૂત પદે રહેલાં નિક્કી હેલીને પણ ટ્રમ્પ નહીં લે, એક સમયે હેલી ટ્રમ્પનાં ટીકાકાર હતી, તે તેમને નડી ગયું
વૉશિંગ્ટન : પ્રાપ્ય અહેવાલો પ્રમાણે નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેઓની કેબિનેટમાં વિદેશ મંત્રી તરીકે માર્કો રૂબિયોને લેશે તેમ આંતરિક અહેવાલો જણાવે છે. આથી સ્પષ્ટ બની જાય છે કે પહેલાં મનાતું હતું કે વિવેક રામાસ્વામીને તે પદે નિયુક્ત કરવામાં આવશે. પરંતુ રીપબ્લિકન પ્રાયમરીઝમાં વિવેક રામાસ્વામી ટ્રમ્પની સામે ઉભા રહ્યા હતા. જો કે પછીથી સ્પર્ધામાંથી ખસી ગયા તે અલગ વાત છે. પરંતુ તે કારણસર તેને તે પદે ટ્રમ્પ નિયુક્ત કરવા નહીં માગતા હોય તેમ નિરિક્ષકોનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે મૂળ સ્પેનિશ તે પણ માર્કો રૂબિયો વિદેશ મંત્રી પદે નિયુક્ત થશે તે અમેરિકાના ઇતિહાસમાં તેઓ આ પદે પહોંચનારા સૌથી પહેલા લેટિનો બની રહેશે.
રૂબિયો ૨૦૧૧થી સેનેટના સાંસદ પદે રહેલા છે. ૫૩ વર્ષના રૂબિયો ચાયના, ઇરાન અને ક્યુબા પ્રત્યેની ટ્રમ્પની કઠોરનીતિના સમર્થક છે. પહેલાં તેઓ યુક્રેન તરફી હતા. પરંતુ પછીથી યુક્રેનને આપવા માટે તારવાયેલા ૩૧ અબજ ડોલરના ફંડનો વિરોધ કરતા હતા. આ સાથે એમ પણ માનવામાં આવે છે. તેઓ કઠોર વિદેશનીતિના સમર્થક છે. તેથી ટ્રમ્પ તેઓને પસંદ કરશે તેમ મનાય છે.
એવું બની શકે કે વિવેક રામાસ્વામીને આંતરિક સલામતી સોંપવામાં આવે.
નિક્કી હેલીની વાત લઇએ તો એક સમયે યુએનમાં અમેરિકામાં કાયમી પ્રતિનિધિ પદે (રાજદૂત) રહેલાં અન્ય ભારત વંશીય નિક્કી હેલીને કોઈ મહત્ત્વનું પદ અપાશે કે મહત્ત્વનાં સ્થાને લેવાશે. પરંતુ પૂર્વે તેઓએ ટ્રમ્પ વિરૂદ્ધ વર્ષોવર્ષ ટીકાઓનો ધોધ તેઓને નડી ગયો. તેઓને ટ્રમ્પ તેમની કેબિનેટમાં લેશે નહીં. તેમ પણ નિરીક્ષકો માને છે.
રૂબિયોની વાત લઇએ તો તેઓ ૨૦૧૧થી સેનેટ સિલેક્ટ કમીટીના ચેરમેન પદે રહ્યા છે. તેમ જ કોગ્રેચ્યુનલ ફોરેન રીલેશન કમિટીમાં પણ સભ્ય પદે રહ્યા છે. તેમ અમેરિકાની વિદેશ નીતિનું વલણ તેઓ બરોબર જાણે છે.