સહારાનું રણ નહી, અમેરિકાનું આ સ્થળ 56.7 ડિગ્રી તાપમાનનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે

ઉત્તર અમેરિકાના કેલિફોર્નિયામાં વિશ્વનો સૌથી ગરમ પ્રદેશ

2013થી આ વિસ્તાર પૃથ્વીનો સૌથી ગરમ વિસ્તાર બન્યો છે

Updated: May 17th, 2024


Google NewsGoogle News
સહારાનું રણ નહી, અમેરિકાનું આ  સ્થળ  56.7  ડિગ્રી તાપમાનનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે 1 - image


ન્યુયોર્ક,17 મે,2024,શુક્રવાર 

ભારતમાં કાળઝાળ ગરમીએ કાળો કેર વર્તાવી રહી છે. ગરમીના પારો વધવાથી જન જીવન અસ્ત વ્યસ્ત થઇ જાય છે, જો કે દુનિયામાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ ઉત્તર અમેરિકામાં આવેલા ડેથવેલી નામનું સ્થળ ધરાવે છે. 10 જુલાઇ 2013માં 56.7 ડિગ્રી તાપમાન સાથે આજે પણ આ સ્થળ પૃથ્વી પરનું  સૌથી વધારે ગરમ માનવામાં આવે છે.

ડેથવેલીનું  વિક્રમજનક તાપમાન ડેથવેલીના ગ્રીનલેન્ડ રેંચ નામના સ્થળ પરથી માપવામાં આવ્યું હતું. 2013માં 8 થી 14  જુલાઇ ડેથવેલીના ઇતિહાસમાં સૌથી હોટેસ્ટ સ્પેલ રહેલો જેમાં સળંગ ત્રણ દિવસ 130  ડીગ્રી ફેરનહિટ રહયું હતું. 

કાળઝાળ ગરમી છતાં વરસાદ નહીંવત પડે છે 

સહારાનું રણ નહી, અમેરિકાનું આ  સ્થળ  56.7  ડિગ્રી તાપમાનનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે 2 - image

આજે પણ ડેથવેલીનું રાત્રે પણ તાપમાન 30 થી 35 ડિગ્રી જેટલું રહે છે. જયારે દિવસનું સરેરાશ તાપમાન 46 થી 48 જેટલું રહે છે આટ આટલી કાળઝાળ ગરમી છતાં  વરસાદ 2 ઉંચ જેટલો નહિંવત પડે છે. જો કે 2004 માં ડેથવેલીમાં 6.4  ઇંચ જેટલો રેકોર્ડ તોડ વરસાદ પડતા પુર આવ્યું હતું. આથી જુદી જુદી પ્રજાતિઓના જીવજંતુઓનો પરિચય કરાવતા નેશનલપાર્કને 9 દિવસ બંધ રાખવો પડયો હતો. 

ઊંચા તાપમાન માટે  તેનો સેપ અને ઉંડાણ પણ જવાબદાર છે 

સહારાનું રણ નહી, અમેરિકાનું આ  સ્થળ  56.7  ડિગ્રી તાપમાનનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે 3 - image

ડેથવેલીની વિન્ટર અને સ્પ્રીગ ખુબજ ખૂશનુમા હોય છે. ડેથવેલીનું ઊંચા તાપમાન માટે  તેનો સેપ અને ઉંડાણ પણ જવાબદાર છે. અહીંના પથ્થરો ગરમ થઇને જયારે ગરમી વાતાવરણમાં પાછી ફેંકે ત્યારે ભઠીમાં શેકાવાનો અનુભવ થાય છે.

બીજુ કે કેલિફોર્નિયામાં આવેલું આ સ્થળ દરિયાની સપાટીથી 282 ફુટ નીચે છે. જયારે એક હજાર ફુટે તાપમાનમાં 3થી 5  ફેરનહિટનો ઘટાડો થાય છે. કેલિફોર્નિયામાં આવેલું ડેથવેલી રણ  ઉત્તર અમેરિકામાં સૌથી ગરમ સ્થાનોમાં ગણાય છે. અહિંયા સતત ગરમ લૂ વાતી હોવાના લીધે જીવન જીવવું અઘરૃં હોવાથી તેનું નામ ડેથવેલી પડયું છે. 

સહારાનું રણ નહી, અમેરિકાનું આ  સ્થળ  56.7  ડિગ્રી તાપમાનનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે 4 - image

જો કે વર્ષો સુધી એવું માનવામાં આવતું હતું કે લિબિયાના રણ પ્રદેશમાં આવેલા અલ અજીજિઆ નામના સ્થળે 13 સપ્ટેમ્બર 1922ના રોજ દુનિયાનું સૌથી ઉંચુ તાપમાન 58  ડિગ્રી નોંધાયું હતું. આ અંગેના રેકોર્ડ પણ મળતા હતા પરંતુ વર્લ્ડ મિટિરીયોલોજીકલ ઓર્ગેનાઇઝેશને એક અભ્યાસ કરીને થોડાક સમય પહેલા જ માન્ય ગણ્યું ન હતું,

કારણ કે એ વખતે તાપમાનને માપવા માટેના સાધનો,સગવડતા અને નોલેજ પણ ઓછું હતું. બીજુ કે આ સ્થળ રણમાં આવેલું હોવાથી તેના રેકોર્ડ જોઇને છેવટે આ સાચું નથી એમ જણાવતા ડેથ વેલી જ દુનિયામાં સૌથી હાઇએસ્ટ તાપમાન ધરાવે છે. તમામ ડેટાઓ વેરી ફાઇ કરતા આજે ડેથવેલી દુનિયાનું સૌથી ઊંચુ તાપમાન ધરાવે છે.



Google NewsGoogle News