Get The App

ઈટાલી જ નહીં હવે સમગ્ર યુરોપમાં PM મેલોનીનો દબદબો, EUની ચૂંટણીમાં થયા મોટા ઉલટફેર

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
ઈટાલી જ નહીં હવે સમગ્ર યુરોપમાં PM મેલોનીનો દબદબો, EUની ચૂંટણીમાં થયા મોટા ઉલટફેર 1 - image


Image: Facebook

Giorgia Meloni: 27 દેશોના યુરોપિયન યુનિયન (EU)ની ચૂંટણીમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ વખતની ચૂંટણીમાં ઘણા દેશોની દક્ષિણપંથી પાર્ટીઓએ જીત મેળવી છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની ધુર દક્ષિણપંથી પાર્ટી બ્રધર્સ ઓફ ઈટાલી ઈયુ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.

ચૂંટણી પરિણામ બાદ મેલોની પોતાના દેશની સાથે-સાથે યુરોપના મજબૂત નેતા તરીકે પણ ઉભરીને સામે આવ્યા છે. તેમણે જીત બાદ કહ્યું કે આ પરિણામ શાનદાર રહ્યાં છે, જે રાજકીય રીતે ખૂબ મહત્વપૂર્ણ છે.

ઈયુ ચૂંટણીના પરિણામ અનુસાર 27 સભ્યોની ઈયૂ ચૂંટણીમાં આ વખતે દક્ષિણપંથી પાર્ટીઓની બોલબાલા રહી છે. આ ચૂંટણીમાં 720 સભ્યોને પસંદ કરવા માટે થયેલા વોટિંગમાં 99 ટકા મતની ગણતરી બાદ મેલોનીની પાર્ટી બ્રધર્સ ઓફ ઈટાલીએ 28.81 ટકા વોટ મેળવ્યા છે.

મેલોનીએ ઈયુ સંસદીય ચૂંટણીને પોતાના નેતૃત્વના જનમત સંગ્રહ તરીકે રજૂ કરી. તેમણે મતદાતાઓને વોટ કરતી વખતે બેલેટ પેપર પર જ્યોર્જિયા લખવાનું પણ આહ્વાન કર્યું હતું. 

પરિણામો પર મેલોનીએ કહ્યું કે તેમને આ પરિણામો પર ગર્વ છે. તેમણે કહ્યું કે મને ગર્વ છે કે ઈટાલી યુરોપમાં સૌથી મજબૂત સરકાર તરીકે પોતાને રજૂ કરવા જઈ રહી છે.

આ પરિણામોથી શું બદલાશે?

ઈયુ ચૂંટણીમાં મેલોનીની પાર્ટીને મળેલી મોટી જીતથી બ્રસેલ્સમાં તેમનો પ્રભાવ વધશે. ઈયુની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેનના આગામી કાર્યકાળ પર નિર્ણયમાં પણ મેલોનીની મોટી ભૂમિકા હશે. આ સાથે જ ઈયુ સાથે જોડાયેલા તમામ નાના-મોટા નિર્ણયોમાં પણ મેલોનીની દખલ જોવા મળશે.

ઉલ્લેખનીય છેકે ઈયુ ચૂંટણી છથી નવ જૂનની વચ્ચે થઈ હતી. આ ચૂંટણીમાં લગભગ 40 કરોડ લોકોએ ભાગ લીધો હતો. ચૂંટણીની શરૂઆત છ જૂને નેધરલેન્ડ્સમાં મતદાનની સાથે થઈ હતી. આ દરમિયાન ફ્રાન્સ, ઈટાલી, જર્મની, ઓસ્ટ્રિયા, ઈસ્ટોનિયા, લિથુઆનિયા અને સ્વીડન જેવા તમામ યુરોપીયન દેશોમાં વોટિંગ થયું.

ઈયુ ચૂંટણીમાં આકરી હાર બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સંસદ ભંગ કરીને મધ્યસત્ર ચૂંટણીનું એલાન કરી દીધું હતું. બેલ્જિયમના શાસક પક્ષની ઈયુ ચૂંટણીમાં હાર બાદ વડાપ્રધાન એલેક્ઝેન્ડર ડીક્રૂએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું. 

ઈયુ સંસદ શું છે?

યુરોપીય સંસદ યુરોપીય લોકો અને યુરોપીય સંઘની સંસ્થાઓની વચ્ચે સંપર્ક સ્થાપિત કરવાની સીધી કડી છે. આ દુનિયાની એકલી સીધી પસંદ થયેલી ઈન્ટરનેશનલ સભા છે. તેમાં સંસદના સભ્ય યુરોપીય સંઘના નાગરિકોના હિતની વાત કરે છે. મેમ્બર ઓફ યુરોપિયન યુનિયન સભ્ય દેશોની સરકારો સાથે મળીને નવા-નવા કાયદા બનાવે છે. તે ગ્લોબલ મુદ્દા પર નિર્ણય લે છે, જેમ કે ક્લાઈમેટ ચેન્જ અને રિફ્યૂજી પોલિસી. તે ઈયુનું બજેટ નક્કી કરે છે.


Google NewsGoogle News