ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ નહીં, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અમેરિકનોની પહેલી પસંદ

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ નહીં, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અમેરિકનોની પહેલી પસંદ 1 - image


Image Source: Freepik

વોશિંગ્ટન, તા. 01 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

આજકાલની આધુનિક દુનિયામાં જો સોશિયલ મીડિયા બંધ થઈ જશે તો કદાચ સામાન્ય લોકોના જીવનમાં પણ બ્રેક લાગી શકે છે. સોશિયલ મીડિયા લોકો માટે ખૂબ જરૂરી થઈ ગયુ છે. ભારત સહિત સંપૂર્ણ દુનિયાના લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ભારતમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, ટ્વીટર, સ્નેપચેટ જેવી ઘણી સોશિયલ મીડિયા એપ્સ અને પ્લેટફોર્મનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે.

આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અમેરિકામાં બનાવવામાં આવ્યા છે. તો શું તમે જાણો છે કે અમેરિકામાં રહેતા લોકો સૌથી વધુ યૂઝ કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો કરે છે.  

અમેરિકામાં સૌથી વધુ ઉપયોગ થનારી એપ

એક સર્વે અનુસાર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં રહેતા મોટાભાગના લોકો સૌથી વધુ યુટ્યૂબનો ઉપયોગ કરે છે. આ સર્વેમાં આવેલા રિપોર્ટ અનુસાર અમેરિકાના 83% એડલ્ટ્સ યુટ્યૂબનો ઉપયોગ કરે છે જે કે દુનિયાનું સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. 

આ લિસ્ટમાં યુટ્યૂબ બાદ બીજા નંબરે ફેસબુક છે, જેને અમેરિકાના 68% લોકો યૂઝ કરે છે.

ત્રીજા નંબરે ઈન્સ્ટાગ્રામનો નંબર આવે છે, જેને અમેરિકામાં રહેતા 47 ટકા લોકો ઉપયોગ કરે છે.

આ લિસ્ટમાં ચોથા નંબરે પિનટરેસ્ટ છે. જેને અમેરિકામાં રહેતા 35 ટકા લોકો ઉપયોગ કરે છે.

આ લિસ્ટમાં પાંચમા નંબરે ચીનની એપ ટિકટોક છે, જેનો અમેરિકામાં રહેતા 33 ટકા લોકો ઉપયોગ કરે છે.

આ લિસ્ટમાં છઠ્ઠા નંબરે લિંકડન છે, જેને અમેરિકામાં રહેતા 30 ટકા લોકો ઉપયોગ કરે છે.

આ લિસ્ટમાં સાતમાં નંબરે વ્હોટ્સએપ છે, જેને અમેરિકામાં રહેતા 29 ટકા લોકો ઉપયોગ કરે છે.

આ લિસ્ટમાં આઠમાં નંબરે સ્નેપચેટ છે, જેને અમેરિકામાં રહેતા 27 ટકા લોકો ઉપયોગ કરે છે.

આ લિસ્ટમાં નવમાં નંબરે પર એક્સ (ટ્વીટર) છે જેને અમેરિકામાં રહેતા 22 ટકા લોકો ઉપયોગ કરે છે.

આ લિસ્ટમાં દસમાં નંબરે રેડિટ છે, જેને અમેરિકામાં રહેતા 22 ટકા લોકો ઉપયોગ કરે છે.

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ કરતા આગળ યુટ્યૂબ

1. YouTube - 83%

2. Facebook - 68%

3. Instagram - 47%

4. Pinterest - 35%

5. TikTok - 33%

6. Linkedln - 30%

7. WhatsApp -  29%

8. Snapchat - 27%

9. Twitter (X) - 22%

10. Reddit - 22%


Google NewsGoogle News