ના હોય..! DOGEનું સંચાલન મસ્ક નહીં પણ આ મહિલા કરે છે, વ્હાઈટ હાઉસે કર્યો ખુલાસો
Not Elon Musk, Ami Gleason In Charge OF DOGE: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ચર્ચિત બનેલા ડિપાર્ટમેન્ટ ઓફ ગર્વમેન્ટ ઈફિશિયન્સી (DOGE)ના ઈનચાર્જ ઈલોન મસ્ક નહીં પણ એક લેડી એમી ગ્લિસન છે. ટ્રમ્પે DOGEના ઈનચાર્જ ઈલોન મસ્કને બનાવ્યા હોવાના અહેવાલો ખોટા હોવાની સ્પષ્ટતા વ્હાઈટ હાઉસે આપી છે. તેમજ હાલ ડિપાર્ટમેન્ટના એડમિનિસ્ટ્રેટર તરીકે એમી ગ્લિસન કાર્યભાર સંભાળી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
કોર્ટે ઈનચાર્જનું નામ જાહેર કરવા કર્યુ હતું દબાણ
ટ્રમ્પ સરકારે આ મહિનાની શરૂઆતમાં કોર્ટમાં ઈલોન મસ્કની DOGEમાં કોઈ ભૂમિકા ન હોવાનું જણાવતાં કોર્ટે તેમને ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરનારા વ્યક્તિનું નામ જાહેર કરવા દબાણ કર્યુ હતું. વ્હાઈટ હાઉસે કોર્ટમાં જણાવ્યું કે, ઈલોન મસ્ક વ્હાઈટ હાઈસના કર્મચારી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના સિનિયર એડવાઈઝર છે. તે સરકારના વિશેષ કર્મચારી છે. તેમને કોઈ પગાર ચૂકવવામાં આવતો નથી. તેમની ભૂમિકા અસ્થાયી છે.
વ્હાઈટ હાઉસે અંતે નામ જાહેર કર્યું
વ્હાઈટ હાઉસે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ ઈફિશિયન્સીના ઈનચાર્જ એમી ગ્લિસન હોવાની જાહેરાત ગઈકાલે કરી હતી. ગ્લિસન હેલ્થકેર ટેક્નોલોજીમાં સુધારો કરવા લાંબા સમયથી અનેક પ્રયાસો કરી રહી છે. તે કન્સલ્ટીંગ ફર્મ પણ ચલાવે છે. તેઓ ડિપાર્ટમેન્ટમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત છે. DOGE એ અગાઉ યુએસ ડિજિટલ સર્વિસ તરીકે ઓળખાતું હતું. પરંતુ ટ્રમ્પ શાસન પર આવતાં જ તેનું નામ બદલીને DOGE કરવામાં આવ્યું હતું. અને તેના ઈનચાર્જ તરીકે ઈલોન મસ્કની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોર્ટમાં આ ડિપાર્ટમેન્ટ વિશે સ્પષ્ટતાની માગ કરતી અરજી બાદ વ્હાઈટ હાઉસે ઈલોન મસ્કની DOGEમાં કોઈ સત્તાવાર ભૂમિકા હોવાનો ઈનકાર કર્યો હતો.
આ પણ વાંચોઃ બિહારમાં નીતિશ કેબિનેટના વિસ્તરણ પહેલાં ભાજપના દિગ્ગજ નેતાનું મંત્રીપદેથી રાજીનામું
શું છે DOGE?
20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ બાદ ડિજિટલ સર્વિસ વિભાગનું નામ બદલી DOGE કરવામાં આવ્યુ હતું. એમી આ વિભાગની સિનિયર એડવાઈઝર હતી. આ વિભાગનો મુખ્ય ઉદ્દેશ ફેડરલ સરકારના ખર્ચમાં ઘટાડો કરવાનો છે. જેના ભાગરૂપે સરકારી કર્મચારીઓની છટણી, યુએસઆઈડી બંધ કરવાની કવાયત જેવા અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.