Get The App

તો શું નોસ્ત્રાદમસની ભવિષ્યવાણી સાચી પડશે? પ્રિન્સેસ કેટ મિડલટનની તબિયત બગડતા ફરી ચર્ચા શરુ

કિંગ ચાર્લ્સ અને પછી કેટ મિડલટનના કેન્સરના સમાચાર આવતાની સાથે જ ફરી નોસ્ત્રાદમસની આગાહીની ચર્ચા શરુ થઇ છે

નોસ્ત્રાદમસ કહ્યું હતું કે શાહી પરિવારમાં અણધાર્યો નવો રાજા આવશે

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
તો શું નોસ્ત્રાદમસની ભવિષ્યવાણી સાચી પડશે? પ્રિન્સેસ કેટ મિડલટનની તબિયત બગડતા ફરી ચર્ચા શરુ 1 - image


Nostradamus Predictions: બ્રિટનનો રાજવી પરિવાર ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યો છે. તાજેતરમાં વેલ્સની પ્રિન્સેસ કેટ મિડલટને જણાવ્યું હતું કે તેને પણ કેન્સર છે અને તે કીમોથેરાપી લઈ રહી છે. કિંગ ચાર્લ્સ પણ કેન્સરની સારવાર લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં 16મી સદીના ફિલોસોફર અને ભવિષ્યવેત્તા નોસ્ત્રાદમસની ભવિષ્યવાણી ફરી એકવાર ચર્ચામાં છે. નોસ્ત્રાદમસે આવી ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જે એકદમ સાચી સાબિત થઈ હતી. તેણે ભારતને લઈને સચોટ આગાહી પણ કરી હતી. સાથે જ તેમણે મહારાણી એલિઝાબેથ, હિરોશિમામાં પરમાણુ હુમલો અને નેપોલિયન વિશે પણ ઘણી વાતો કહી.

અણધાર્યા ઉતરાધિકારી દ્વારા સાંભળવામાં આવશે સત્તા 

નોસ્ત્રાદમસે એક રાજાનો સત્તા ત્યાગ અને પછી એક અણધાર્યા ઉતરાધિકારી દ્વારા સત્તા સંભાળવાની ભવિષ્યવાણી કરી છે.  વર્તમાન પરિસ્થિતિ જોતા આ આગાહીને રાજા ચાર્લ્સ અને પ્રિન્સ હેરી સાથે જોડવામાં આવી રહી છે. નોસ્ત્રાદમસે કહ્યું હતું કે અઝલના રાજાને બળજબરીથી સત્તા પરથી હટાવવામાં આવશે અને પછી એક એવી વ્યક્તિ શાસન કરશે જેની પાસેથી કોઈને કોઈ અપેક્ષા ન હોય.

એથોસ સાલોમની ભવિષ્યવાણીની ચર્ચા

કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટની સારવાર દરમિયાન કેન્સર હોવાનું નિદાન થયું હતું. એવી ચર્ચા થઈ રહી છે કે રાજા ચાર્લ્સ પોતાની મરજીથી અથવા બગડતી તબિયત અને દબાણને કારણે સત્તા છોડી શકે છે. જોકે, પ્રિન્સ હેરી વિશે હજુ કંઈ કહી શકાય તેમ નથી. તેને રાજાશાહીમાં ઓછો રસ હોવાનું જણાય છે. જો કે આગળ શું થશે તે કહી શકાય તેમ નથી. પ્રિન્સેસ કેટ મિડલટનના સ્વાસ્થ્ય અંગેની માહિતી સામે આવ્યા બાદ જીવિત નોસ્ત્રાદમસ કહેવાતા એટલે કે એથોસ સાલોમની ભવિષ્યવાણીની ચર્ચા થઈ રહી છે.

ઘણી ભવિષ્યવાણી પડી છે સાચી 

36 વર્ષીય બ્રાઝિલિયન ભવિષ્યવેત્તાએ કોરોનાવાયરસ, ઈલોન મસ્ક અને પ્રિન્સેસ કેટ વિશે આગાહી કરી હતી. તેણે કહ્યું હતું કે આવનારા સમયમાં કેટ મિડલટનને તેના હાડકાં, ઘૂંટણ અને પગમાં તકલીફ થઈ શકે છે. તેમજ બ્રિટનના શાહી પરિવારની મુશ્કેલી વિશે પણ ભવિષ્યવાણી કરી હતી. હવે લોકો કહેવા લાગ્યા છે કે પ્રિન્સ વિલિયમને બદલે હેરી બ્રિટનનો રાજા બની શકે છે.

તો શું નોસ્ત્રાદમસની ભવિષ્યવાણી સાચી પડશે? પ્રિન્સેસ કેટ મિડલટનની તબિયત બગડતા ફરી ચર્ચા શરુ 2 - image


Google NewsGoogle News