શું ચીન યુદ્ધનો આરંભ કરીને ઘૂંટણિયે પડી જશે? 2024 માટે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી

2024 શરુ થતાની સાથે જ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીની ચર્ચાઓ થઈ રહી છે

જાણીએ વર્ષ 2024 માટે નાસ્ત્રેદમસે શું ભવિષ્યવાણી કરી છે?

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
શું ચીન યુદ્ધનો આરંભ કરીને ઘૂંટણિયે પડી જશે? 2024 માટે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી 1 - image


Nostradamas Predictions for 2024: 2023 વીતી ગયું અને 2024 વિશ્વભરમાં ઉજવણી સાથે આવી ગયું. જ્યાં એક તરફ ગત વર્ષ કેટલાક દેશો માટે યુદ્ધનું વર્ષ હતું તો કેટલાક દેશો નવી સિદ્ધિઓની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. હવે આ વર્ષ 2024ને લઈને વિવિધ આગાહીઓ થશે. એવામાં 16મી સદીના ફ્રેન્ચ જ્યોતિષી નાસ્ત્રેદમસ 2024 માટે શું કહ્યું છે તે જાણીએ. 

પોપ ફ્રાન્સિસ વિશ્વને વિદાય આપી શકે

નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2024માં દુનિયાને નવો પોપ મળશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પોપ ફ્રાન્સિસ વિશ્વને વિદાય આપી શકે છે. તેણે આગાહી કરી હતી કે રાજા ચાર્લ્સનું સ્થાન કોઈ એવી વ્યક્તિ લેશે જેની પાસે રાજા બનવાની કોઈ સત્તા જ નથી. હવે આ સાથે આગાહીઓ શરૂ થઈ ગઈ છે કે પ્રિન્સ હેરી રાજગાદી સંભાળી શકે છે. જો કે, નવા રાજા પ્રિન્સ હેરી હશે કે અન્ય કોઈ હશે તે અંગે હાલ કોઈ જાણકારી નથી. નાસ્ત્રેદમસે મહારાણી એલીઝાબેથના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી. 

ચીન હિંદ મહાસાગરમાં તબાહી મચાવશે

નાસ્ત્રેદમસે પણ સમુદ્રમાં યુદ્ધની આગાહી કરી હતી. તેમના મતે ચીન હિંદ મહાસાગરમાં તબાહી મચાવશે, જેના કારણે યુદ્ધ શરૂ થશે. જો કે સુરક્ષા નિષ્ણાતોને ટાંકીને કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનને હારનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તેમણે 2024માં પૃથ્વી પર દુષ્કાળ અને પૂર વધવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી.

ક્લાઈમેટ ચેન્જ મચાવશે તબાહી

નાસ્ત્રેદમસે ક્લાઈમેટ ચેન્જ વિશે આગાહી કરી કે પૃથ્વી વધુ ગરમ થશે, ચારેબાજુ પાણી હશે. તેમના મતે, પૃથ્વી વધુ સૂકી થઈ જશે અને વિનાશક પૂર આવશે.

અમેરિકામાં ગૃહયુદ્ધ

આગામી વર્ષ 2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં નાસ્ત્રેદમસના મતે આ વર્ષે અમેરિકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે. ચૂંટણીમાં અસ્થિરતા આવી શકે છે. અમેરિકાને લઈને નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી ભયાનક માનવામાં આવે છે.

શું ચીન યુદ્ધનો આરંભ કરીને ઘૂંટણિયે પડી જશે? 2024 માટે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી 2 - image



Google NewsGoogle News