ઉ.કોરિયાના ઉનનો હુંકાર : સામ્યવાદ વિરોધી અમેરિકા અને સાથીઓ સામે કઠોર પગલાં લેવાશે
પાર્ટી મિટીંગના છેલ્લા દિવસે કિમ-જોંગ-ઉને ૨૦૨૫ માટેની દેશની માર્ગ-રેખા રજૂ કરી
તે ડિસ્પેચમાં જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે વધી રહેલી દોસ્તીનો ઉલ્લેખ ભારપૂર્વક કરાયો હતો. તેમાં જણાવાયું હતું કે અમેરિકા સૌથી મોટું પ્રત્યાઘાતી રાષ્ટ્ર છે. તે સામ્યવાદ વિરોધી નીતિને રાષ્ટ્રીય નીતિ તરીકે માને છે. આ સાથે તેમાં અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાની વધી રહેલી સાંઠ-ગાંઠનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તે જૂથ આક્રમણ માટે પરમાણુ સૈન્ય જૂથ (મિલિટરી-ન્યૂક્લિયર-બોમ્બ) વધારી રહ્યું છે, વિસ્તારી રહ્યું છે. આ દર્શાવે છે કે આપણે અત્યારે શું કરવું જોઈએ ? આ પાશ્ચાદ ભૂમિકામાં ઉત્તર કોરિયાના ટોચના અધિકારીઓને કીમે આપેલી કઠોરતમ રણનીતિનો ખ્યાલ આપી દે છે. જો કે તેની વિગતો તો ઉને ગુપ્ત જ રાખી છે.
આ પરિષદમાં ઉત્તર કોરિયામાં આવતાં પ્રચંડ પૂરોનો પણ ઉલ્લેખ કરાયો હતો અને ભવિષ્યમાં તેમાંથી બચવા શાં પગલાં જરૂરી છે. તે વિષે પણ ચર્ચા થઈ હતી. પરંતુ સૌથી વધુ ભાર તો ઉત્તર કોરિયાની પરમાણુ શક્તિ વધારવા તેમજ પરમાણું સાથેનાં ઇન્ટર કોન્ટીનન્ટલ બેલાસ્ટિક મિસાઈલ્સ, જે ૧૨,૫૦૦ સુધી (અમેરિકાના પૂર્વ કાંઠા સુધી) પ્રહાર કરી શકે તેવાં છે. તેની સંખ્યા વધારવા ઉપર લક્ષ્ય અપાયું હતું. આ ઉપરાંત રશિયા સાથેના લશ્કરી કરારોને પણ પુષ્ટિ આપવામાં આવી હતી. પ્રમુખ પુતિને તો તેને બ્રેક-થુ્ર-ડોક્યુમેન્ટ કહ્યા છે. જોકે એક માહિતી પ્રમાણે ઉ.કોરિયાના ૧૦૦૦ જેટલા સૈનિકો યુક્રેન સામે લડતાં માર્યા ગયા છે. ઉ.કોરિયા રશિયાને પરંપરાગત શસ્ત્રો અને સૈનિકો આપે છે જ્યારે રશિયા તેને એટમબોમ્બ તથા આઇ.સી.વી.એમસ બનાવવામાં સહાય કરે છે.