Get The App

ઈરાન કે રશિયા નહીં પણ આ દેશના સરમુખત્યારની પરમાણુ હુમલાની ધમકી, ભલભલા દેશો ટેન્શનમાં!

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
Nuclear Attack


Nuclear Attack Threat : ઈઝરાયલ, ઈરાન અને લેબનોન વચ્ચેના સંઘર્ષના કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. બીજી તરફ અન્ય એક તાનાશાહ પશ્ચિમ એશિયામાં વારંવાર ધમકીઓ આપી રહ્યા છે. જ્યારે હવે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની ધમકીએ 10 હજાર કિ.મી. દૂરના આવેલા અમેરિકાનું ટેન્શન વધાર્યુ છે. જેમાં કિમ જોંગે અમેરિકા અને દક્ષિણ કોરિયામાં પરમાણુ હુમલો કરવાની ધમકી આપી છે. હાલના સમયે બંને કોરિયાઈ દેશોની સરહદે કાઈ ઠીક ચાલી રહ્યું નથી.

ઉત્તર કોરિયાના તાનાશાહે શું કહ્યું?

ઉત્તર કોરિયાના તાનાશાહે કહ્યું કે, 'જો તેમના દેશને કોઈ પ્રકારે ઉશ્કેર્યો અથવા હુમલો કર્યો તો તેઓ દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલો કરીને સંપૂર્ણ નાશ કરી દેશે. હાલમાં જ દક્ષિણ કોરિયાએ ચેતવણી આપી હતી કે, જો કિમ જોંગે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો તો ઉત્તર કોરિયાનો ખાતમો બોલાવી દેશે. આ ચેતવણીની સામે કિમ જોંગે અમેરિકા સહિત દક્ષિણ કોરિયાને ચેતવણી આપી છે.'

કિમ જોંગે બતાવી પરમાણુ હથિયારની તાકાત

કિમ જોંગે કહ્યું કે, 'દક્ષિણ કોરિયા અથવા તેના સહયોગી અમેરિકાએ ઉત્તર કોરિયા પર હુમલો કર્યો તો એમની સેના પરમાણુ હુમલો કરવાથી પાછળ હટશે નહીં. બંને દેશો વચ્ચે આ પ્રકારની બોલાચાલી કઈ નવી વાત નથી. પરંતુ તાજેતરમાં કિમ જોંગે તેના પરમાણુ હથિયારની ઝલક આખી દુનિયાની બતાવી છે, આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે કિમ જોંગ કોઈપણ સમયે ખતરો અનુભવે તો હુમલો કરવાનો આદેશ આપી શકે છે.'

આ પણ વાંચો : પાકિસ્તાનના મહેમાન બનશે વિદેશ મંત્રી એસ. જયશંકર, જાણો કેમ મહત્ત્વપૂર્ણ છે SCO સમિટ

કિમ જોંગની ચેતવણીની અમેરિકા પર મોટી અસર

મીડિયા અહેવાલ પ્રમાણે, હાલમાં કિમ જોંગ પોતાના દેશની પરમાણુ શક્તિને ખૂબ ઊંચા સ્તરે લઈ ગયા છે. તાજેતરમાં એક અહેવાલ આવ્યો હતો, જે મુજબ ઉત્તર કોરિયાએ મોટી સંખ્યામાં મિસાઇલો તૈનાત કરી છે, જેમનો નિશાનો દક્ષિણ કોરિયા અને અમેરિકન સૈન્યના ઠેકાણા પર છે. આવી સ્થિતિમાં કિમ જોંગની ચેતવણીની અમેરિકા પર પણ મોટી અસર પડી રહી છે.


Google NewsGoogle News