ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન મહિલાઓ સમક્ષ કેમ રડવા લાગ્યા ? કરી દીધી એક દર્દભરી અપીલ
મીટીંગમાં કોઇ અધિકારીને ઝોકું આવે તો પણ ગોળીએ દે એટલી ક્રુરતા છે.
એક વાત એવી જે કહેતા તાનાશાહ ખૂદ ભાવૂક બની ગયા
પ્યોગયાંગ,૬ ડિસેમ્બર,૨૦૨૩ બુધવાર
ઉત્તર કોરિયાના તાનાશાહના ફોટોઝ ગુસ્સાવાળા અંદાજમાં ખૂબ જોયા હશે પરંતુ જાહેરમાં કયારેય રડયા હોય તેવું પહેલીવાર ધ્યાનમાં આવ્યું છે. કિમ જોંગ ઉન તાનાશાહ તરીકે એટલો ખતરનાક છે કે તેની મીટિંગમાં કોઇ અધિકારીને ઝોકું આવી જાયતો પણ મોતની સજા આપી દે છે. બોલીવુડની ફિલ્મના કોઇ ખુંખાર વિલેનની યાદ અપાવે તેવો તાનાશાહ મહિલાઓની સામે રડવા લાગે તે ઘણા માનવા તૈયાર નથી.
જો કે ઉત્તર કોરિયામાં એક એવો કાર્યક્રમ જેમાં કિંમ જોંગ ઉન રડવા લાગ્યા. આ અંગે એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે જે ચર્ચામાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર કોરિયાના તાનાશાહે પોતાના દેશની હજારો માતાઓને બાળકોને જન્મ આપવાની ભાવૂક અપીલ કરી હતી. ઉત્તર કોરિયામાં જન્મદરમાં ઝડપથી ઘટાડો થઇ રહયો છે આથી ઉંમરલાયકોની સંખ્યા વધી ના જાય તેની તાનાશાહને ચિંતા પેઠી છે. આ ઘટના ૩ ડિસેમ્બરની છે. રાજધાની પ્યોંગયાંગ ખાતે નેશનલ મધર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાનાશાહે મહિલાઓને સંબોધન કર્યુ જે દરમિયાન ડૂમો ભરાઇ આવતા રુમાલથી પોતાની આંખો લુછતા હતા. ચશ્માની પાછળ આંખોમાં રહેલુ દર્દ વાંચી શકાતું હતું. કિમની સાથે કેટલીક મહિલાઓ પણ પોતાના આંસુ રોકી શકી ન હતી. મહિલાઓને તાનાશાહે ડિયર મર્ધસ તરીકે સંબોધન કર્યુ હતું. સંયુકત રાષ્ટ્રસંઘના અનુમાન હેઠળ છેલ્લા કેટલાક દાયકાથી ઉત્તર કોરિયામાં જન્મદર ઘટી રહયો છે. દેશનો સરેરાશ પ્રજનન દર ૧.૮ છે.