'દુનિયાના નક્શામાંથી ભૂસી કાઢીશું..' પરમાણુ હથિયારની ધમકી પર બે કટ્ટર દેશો વચ્ચે બબાલ વધી

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
Kim Jong Un and Yoon Suk Yeol


South Korea's warning to North Korea:  સાઉથ કોરિયાએ રવિવારે ચેતવણી આપી હતી કે જો નોર્થ કોરિયાએ પરમાણુ હથિયારોનો ઉપયોગ કર્યો તો તે પાડોશી દેશના શાસનને નષ્ટ કરી દેશે. પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે. 

નોર્થ કોરિયાના અગાઉના નિવેદનના જવાબમાં સાઉથ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કર્યા પછી નોર્થ કોરિયાનું શાસન ટકી શકશે એવો કોઈ માહોલ નથી. ગુરુવારે વોશિંગ્ટનમાં સાઉથ કોરિયા અને અમેરિકાએ કોરિયન પેનિનસુલા પર ન્યુક્લિયર ડિટરન્સ એન્ડ ન્યુક્લિયર ઓપરેશન્સ માટે ગાઈડલાઈન્સ' અપનાવી હતી.

નોર્થ કોરિયાએ સાઉથ કોરિયાને ધમકી આપી 

આ ગાઈડલાઈન્સ અપનાવ્યા બાદ નોર્થ કોરિયાએ તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી તેની નિંદા કરી અને ધમકી આપી કે સિઓલ અને વોશિંગ્ટનને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. 

બીજી તરફ નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉનની બહેને રવિવારે સાઉથ કોરિયાની પત્રિકાઓના જવાબમાં સરહદ પાર કચરો ભરેલા ફુગ્ગા મોકલવાની પ્રક્રિયા ફરી શરૂ કરવાનો સંકેત આપ્યો હતો. મે મહિનાથી નોર્થ કોરિયાએ સાઉથ કોરિયાને કચરો ભરેલા અનેક ફુગ્ગા મોકલ્યા છે. નોર્થ કોરિયાએ મે મહિનાના અંતમાં સાઉથ કોરિયાને કચરા ભરેલા બલૂન મોકલ્યા હતા. 

નોર્થ કોરિયાએ બલૂન મોકલ્યા હતા

અગાઉ મે મહિનાના અંતમાં નોર્થ કોરિયાએ સેંકડો કચરો ભરેલા બલૂન સાઉથ કોરિયા મોકલ્યા હતા. આ બલૂન કપડાના ટુકડા, સિગારેટના બટ્સ, પ્લાસ્ટિક વગેરેથી કચરાથી ભરેલા હતા. 

આ પણ વાંચો: 3 મહિના અગાઉ એક પાદરીએ ટ્રમ્પ પર હુમલાની ભવિષ્યવાણી કરી દીધી હતી, હવે VIDEO વાયરલ

'દુનિયાના નક્શામાંથી ભૂસી કાઢીશું..' પરમાણુ હથિયારની ધમકી પર બે કટ્ટર દેશો વચ્ચે બબાલ વધી 2 - image



Google NewsGoogle News