ઉ.કોરિયાએ મધ્યમાન પ્રહાર મર્યાદા ધરાવતાં પ્રક્ષેપાત્રનું સફળ પરીક્ષણ કર્યું

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
ઉ.કોરિયાએ મધ્યમાન પ્રહાર મર્યાદા ધરાવતાં પ્રક્ષેપાત્રનું સફળ પરીક્ષણ કર્યું 1 - image


- યુ.એસ. દ.કોરિયા પર ઉ.કોરિયા ચૂંટણી વર્ષે જ દબાણ લાવે છે

- આ મિસાઇલ, દ.કોરિયા, જાપાન અને અમેરિકાનાં પેસિફિક ટાપુ ગ્વામ સ્થિત લશ્કરી મથકને આવરી લઇ શકે છે

સીઉલ : ઉત્તર કોરિયાએ આજે મંગળવારે મધ્યમાન પ્રહાર મર્યાદા ધરાવતાં પ્રક્ષેપાસ્ત્રનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણને લીધે, દ.કોરિયા, જાપાન અને અમેરિકા ચિંતાગ્રસ્ત બની ગયાં છે.

કારણ કે તે દ.કોરિયા, જાપાન અને પેસિફિક મહાસાગરમાં આવેલાં ગ્વામ ટાપુ સ્થિત, અમેરિકાનાં લશ્કરી મથકને પણ આવરી લઇ શકે તેમ છે.

દ.કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ ધ સ્ટાફ જણાવે છે કે આ મિસાઇલ ઉ.કોરિયાનાં પાટનગર પ્યોગ્યાં પાસેથી છોડવામાં આવ્યું હતું. પરંતુ તે કેટલે દૂર ગયું હશે તે તેઓએ સ્પષ્ટત: જણાવ્યું ન હતું.

માર્ચ ૧૦ પછી ઉ.કોરિયાએ આવું પહેલું પરીક્ષણ કર્યું હતું. તે પરીક્ષણ સમયે ઉન પોતે હાજર રહ્યા હતા.

દ.કોરિયાનો વરિષ્ટ અધિકારીનાં મંતવ્ય સાથે જાપાનનું સંરક્ષણ મંત્રાલય પણ સહમત થયું હતું. જો કે, જાપાનની પ્રસાર માધ્યમ સેવા એનએચકેએ કહ્યું હતું કે તે મિસાઇલ જાપાનના એક્સક્લુઝીવ ઇકોનોમિક ઝોન સુધી પહોંચ્યું ન હતું.

રશિયાએ યુક્રેનમાં ૨૦૨૨માં કરેલાં આક્રમણ પછી, દુનિયાનું ધ્યાન તે તરફ કેન્દ્રિત થયું હશે. તેમ માની ઉત્તર કોરિયાએ ફરી એકવાર પોતાનો પ્રક્ષેપાત્ર કાર્યક્રમ આગળ ધપાવવા નિર્ણય કર્યો હતો. તે પ્રમાણે તે આગળ વધી રહ્યું છે.

તેઓએ તે પણ ઉલ્લેખનીય છે કે કીમ જોંગ ઉને, આ વર્ષે અમેરિકા તેમજ દ.કોરિયા તેમ બંને દેશોમાં આવતી ચૂંટણી પૂર્વે તે દેશો ઉપર દબાણ લાવવા જ આ પરીક્ષણ કર્યું હોવાનું માનવામાં આવે છે.

આ પૂર્વે ઉને આઈ.સી.બી.એમનું પણ સફળ પરીક્ષણ કર્યું હતું. આ આઈસીબીએમ અમેરિકાનાં ન્યૂયોર્ક, બાલ્ટીમોર, વૉશિંગ્ટન અને માયામી સુધીનાં શહેરો સુધી પહોંચી શકે તેમ છે. તેટલું જ નહીં પરંતુ તે શસ્ત્ર પરમાણુ બોમ્બ પણ વહી શકે તેમ છે.


Google NewsGoogle News