અમેરિકાને ડરાવવા ઉ.કોરિયાએ આઇસીવીએમ વહેતું મુક્યું
- અમેરિકાની ચૂંટણી આડે પાંચ દિવસ બાકી રહ્યાં છે
- પરમાણુ શસ્ત્ર વહી શકે તેવાં આઇસીબીએમ ન્યૂયોર્ક વૉશિંગ્ટન, વિલમિંગ્ટન અને માયામી આવરી લે તેવાં છે
નવીદિલ્હી : ઉત્તર કોરિયાએ આજે ગુરૂવારે તેનાં લાંબાં અંતરના ઇન્ટર કોઇન્ટલ બેલાસ્ટિક મિસાઇલ ફરી એક પરીક્ષણ માટે વહેતું મુક્યું હતું. ૧૨,૫૦૦ માઈલ દુનિયાના અર્ધા પરિધને આવરી લેતું આ મિસાઇલ અમેરિકાની ચૂંટણી આડે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે વહેતું મુકી ઉ.કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઈને પ્રશાંત તેમજ એટલાંન્ટિક મહાસાગરમાં ચક્રવાતો સર્જી દીધા છે.
પરમાણુ શસ્ત્રો વહી શકે તેવાં આ ઇન્ટરકોન્ટીનન્ટલ બેલાસ્ટિક મિસાઈલ્સ ન્યૂયોર્ક વૉશિંગ્ટન નોર્થકોરિયાનાં એટલાંટિક તટે રહેલાં વિલમિંગ્ટન તથા ફેલારોડાનાં માયામીને પણ આવરી લઈ શકે તેવાં છે.
આ આઇસીવીએમ લોન્ચ થયું ત્યારે કીમ-જોંગ ઊન તે સમયે ત્યાં હાજર હતા. આ આઇસીવીએમ લોન્ચ થયું ત્યારે ઉ.કોરિયાનાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું જેઓ ઉત્તર કોરિયાની સલામતી અને સાર્વભોમત્વને પડકારે છે તે દુશ્મનો માટે આ સાચો જવાબ છે.
અમેરિકા, જાપાન અને દ.કોરિયાએ પણ આ પ્રક્ષેપાસ્ત્ર આઇસીવીએમ હોવાનું કહ્યું છે. સાથે કહ્યું છે કે આથી તંગદિલી વધશે.
બીજી તરફ રશિયન યુનિફોર્મ પહેરી ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેન સામે લડવા ગયા છે તે સામે અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી છે.
દક્ષિણ કોરિયાના ચીફ ઓફ સ્ટાફે કહ્યું હતું કે, ઉ.કોરિયાએ સોલિડ-ફયુએલ્ડ-લોંગરેન્જે બેલાસ્ટિક મિસાઈલને વહેતું મુક્યું છે. તેમાં રહેલાં સોલિડ પ્રોમેમન્ટસ લિક્વિડ પ્રોપેમન્ટસ કરતાં વધુ સરળતાથી અહીં-તહીં લઈ જઈ શકાય તેવાં છે. તે સરળતાથી ગુપ્ત પણ રાખી શકાય તેવાં છે.
દ.કોરિયાના જોઈન્ટ ઓફ સ્ટાફના પ્રક્તા લી-સુંગ-જૂને કહ્યું હતું કે અમેરિકાના પ્રમુખની ચૂંટણી પહેલાં લગભગ થોડા દિવસો પહેલાં જ આ પ્રયોગ કરી ઉ.કોરિયાએ તેનો બાર્ગેગિંગ પાવર વધારવા કર્યો હતો તેણે હાઈ-એંગલ એટલે રાખ્યો હતો કે તે મિસાઈલ અંતરિક્ષસ્થિત થાય ત્યારે પાડોશના દેશોથી દૂર રહે.