Get The App

'અમેરિકા હોય કે દ.કોરિયા, ઉશ્કેરે તો ખાત્મો બોલાવી દો...', કિમ જોંગના સૈન્યને આદેશથી ખળભળાટ

પાંચ દિવસની બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ

વધુ ત્રણ જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરવાની પણ યોજના

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
'અમેરિકા હોય કે દ.કોરિયા, ઉશ્કેરે તો ખાત્મો બોલાવી દો...', કિમ જોંગના સૈન્યને આદેશથી ખળભળાટ 1 - image


Kim Jong Un News | ઉ.કોરિયાના (South Korea) સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના સૈન્યને આદેશ આપ્યો છે કે જો અમેરિકા અને દ.કોરિયા કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે તો તેમનો દુનિયાથી જ ખાત્મો બોલાવી દો. અહેવાલ અનુસાર કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. 

જાસૂસી સેટેલાઈટ પણ વધારશે! 

ઉત્તર કોરિયામાં સત્તાધારી પાર્ટીની પાંચ દિવસની બેઠકમાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે 2024માં વધુ 3 સૈન્ય જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરવાનું લક્ષ્ય છે. ગત નવેમ્બરમાં જ ઉ.કોરિયાએ તેમના પ્રથમ સૈન્ય જાસૂસી સેટેલાઈટનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. 

કિમ જોંગની મોટી ધમકી

કિમ જોંગ ઉને ઉ.કોરિયાઈ સૈન્યના કમાન્ડિંગ ઓફિસર સાથે બેઠક યોજી હતી. જેમાં કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈન્ય તૈયારીઓ મજબૂત કરવામાં આવે. આપણા સૈન્યએ તમામ જરૂર પગલાં ભરીને આપણી વિરુદ્ધ કાર્યવાહી કરનારા દેશોને સંપૂર્ણપણે બરબાદ કરી દેવામાં આવે અને આવું કરતાં આપણા સૈન્યએ જરાય ખચકાવાની જરૂર નથી. 

'અમેરિકા હોય કે દ.કોરિયા, ઉશ્કેરે તો ખાત્મો બોલાવી દો...', કિમ જોંગના સૈન્યને આદેશથી ખળભળાટ 2 - image


Google NewsGoogle News