ઉત્તર કોરિયાએ કર્યું મિસાઇલ પરીક્ષણ, અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે તંગદીલી વધવાની આંશંકા

Updated: Mar 2nd, 2020


Google NewsGoogle News
ઉત્તર કોરિયાએ કર્યું મિસાઇલ પરીક્ષણ, અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે તંગદીલી વધવાની આંશંકા 1 - image

સિઓલ,2 માર્ચ 2020 સોમવાર

દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે ઉત્તર કોરિયાએ ઓછા અંતરની બે બેલાસ્ટીક મિસાઇલો છોડીને વિવાદ સર્જ્યો છે,થોડા અઠવાડિયા અગાઉ પ્યોંગયાંગે "નવું વ્યૂહાત્મક શસ્ત્ર" બતાવવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે પ્રતિબંધને દૂર કરવા માટે અમેરિકાની અંતિમ મુદત પૂરી થઈ ગઈ છે.

પરમાણુ સશસ્ત્રોથી સજ્જ ઉત્તર કોરિયાનું આ પરીક્ષણ ત્રણ મહિનાથી વધુ સમય પછી થઈ રહ્યું છે અને એવા સમયે થયું છે, જ્યારે અમેરિકાની સાથેની વાટાઘાટો હજી અટકી ગઇ છે.

સિઓલના જોઇન્ટ ચીફ સ્ટાફ સ્ટાફ (જેસીએસ) એ જણાવ્યું હતું કે આ બંને મિસાઇલો પૂર્વ કિનારે વોન્સન વિસ્તારથી દરિયાની ઉપર પૂર્વ દિશામાં છોડવામાં આવી હતી અને તેઓએ 35 કિ.મી.ની ઉંચાઇએ 240 કિ.મી.નું અંતર પુરૂ  કર્યું.

ઉત્તર કોરિયાએ કર્યું મિસાઇલ પરીક્ષણ, અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે તંગદીલી વધવાની આંશંકા 2 - imageજેસીએસનાં એક અધિકારીએ કહ્યું  કે તે ઓછાં અંતરની બેલાસ્ટિક મિલાઇલો મનાય છે, પ્રમુખનાં કાર્યલય બ્લ્યુ હાઉસે કહ્યું કે દક્ષીણ કોરિયાનાં સુરક્ષા પ્રધાનોએ આ બાબતે અત્યંત ચિંતા વ્યક્ત કરી કે ઉત્તર કોરિયા સૈન્ય તાકાતને વધારવાની કાર્યવાહી કરી રહ્યુ છે.

જાપાનના સંરક્ષણ પ્રધાને કહ્યું કે તેમની દરિયાઇ સરહદોમાં અથવા વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં કોઈ પણ વસ્તું અથવા પસાર થવાના સંકેત મળ્યા નથી, પરંતુ કહ્યું, "ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં વારંવાર બેલિસ્ટિક અથવા અન્ય મિસાઇલોનું પરીક્ષણ કરવું એ ગંભીર મુદ્દો છે." આ પરીક્ષણ તેવા સમયે થયું છે જ્યારે પ્યોંગયાંગ કોરોના વાયરસના પ્રકોપ સામે લડવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.


Google NewsGoogle News