બિલન્કેનની દ.કોરિયાની મુલાકાત સમયે જ ઉ.કોરિયાએ પૂર્વ સમુદ્રમાં મિસાઈલ્સ છોડયા
- ઉ.કોરિયાની પરમાણુ શસ્ત્ર ભીતિ અને દક્ષિણ કોરિયાની રાજકીય અસ્થિરતાથી અમેરિકા ઘણું ચિંતાતુર બની રહ્યું છે
સિઉલ : દક્ષિણ કોરિયામાં રાજકીય અસ્થિરતા વ્યાપી રહી હોવા છતાં ઉત્તર કોરિયાની ઝમુંલી રહેલી ભીસ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બિલન્કેન દક્ષિણ કોરિયાની મુલાકાતે ગયા છે, તે સમયે જ ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં તેનું એક મિસાઈલ છોડયું હતું.
આ ઉપરથી નિરીક્ષકો કહે છે કે ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સત્તાના સુત્રો સંભાળે તે પુર્વે ઉત્તર કોરિયાએ તેનું શક્તિ પ્રદર્શન કરવું શરૂ કરી દીધું છે. જોકે, દક્ષિણ કોરિયાના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફે ઉત્તર કોરિયા તરફથી કેટલા મિસાઈલ્સ છોડવામાં આવ્યા હતા. તે વિષે કશી સ્પષ્ટતા કરી ન હતી, કે કશી ટીપ્પણી પણ કરી ન હતી.
બીજી તરફ નિરીક્ષકો કહે છે કે દ.કોરિયાની રાજકીય અશાંતિને લીધે તેમની તે પૂર્વે દ.કોરિયાના પ્રમુખ યૂન-સૂક-એમોએ ભલે માત્ર છ કલાક પુરતો જ માર્શલ-લૉ અમલી કર્યો હોય છતાં સ્પષ્ટ લોકશાહી ધરાવતા દેશ (અમેરિકા) સાથેની નિકટતા સઘન કરવામાં તે પગલું અવરોધરૂપ તો બની જ રહેશે.
ઉલ્લેખનીય છે ''થોડા દિવસો પૂર્વે જ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઉને અમેરિકા સામે કઠોરતમ પગલાં લેવાની ખુલ્લેઆમ ચેતવણી ઉચ્ચારી હતી. તેથી ભલે ઉન ટ્રમ્પને તેમના પૂર્વેના શાસનકાળમાં મળ્યા હોય પરંતુ, આ શાસનકાળમાં તેઓ વચ્ચે મુલાકાત યોજાવાની સંભાવના ઘણી ઓછી છે.''