ઉત્તર કોરિયા નાદારીની હાલતમાં! હથિયારોની ખરીદીએ વધારી સમસ્યા, વિશ્વમાં દૂતાવાસ બંધ થવાને આરે
જાપાનીઝ એજન્સીએ દાવો કર્યો છે કે, ખરાબ અર્થવ્યવસ્થાએ ઉત્તર કોરિયાની કમર તોડી
North Korea Closing Embassies Worldwide : ઉત્તર કોરિયા ચીન અને રશિયા જેવા તેના પરંપરાગત મિત્રો સાથે મિત્રતા ગાઢ બનાવી રહ્યું છે. એવામાં એવી માહિતી મળી રહી છે કે, આ દેશમાં પૈસાને લઈ અછત સર્જાઈ છે. તેની અસર તેના વિદેશી દૂતાવાસો પર પણ જોવા મળી રહી છે. નાણાંની અછતથી ઝઝૂમી રહેલા ઉત્તર કોરિયાએ વિદેશી હાજરીમાં કાપ મૂકવો પડ્યો છે. ખરાબ અર્થવ્યવસ્થાએ દેશની કમર તોડી નાખી છે.
આ દેશોમાં ઉત્તર કોરિયાના દૂતાવાસ બંધ થયાનો દાવો
જાપાનીઝ એક એજન્સીના અહેવાલ અનુસાર, યુગાન્ડા, અંગોલા, હોંગકોંગ અને સ્પેનમાં ઉત્તર કોરિયાના દૂતાવાસ બંધ કરી દેવામાં આવ્યા છે. આ દૂતાવાસોમાં કામ કરતા રાજદ્વારીઓ અને કર્મચારીઓને પાછા બોલાવી લીધા છે. રિપોર્ટ અનુસાર, અન્ય આઠ દેશોમાં પણ ઉત્તર કોરિયાના દૂતાવાસ બંધ થઈ શકે છે.
શા માટે દૂતાવાસને લાગ્યા તાળા?
ઉત્તર કોરિયાએ પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામમાં અગ્રેસર છે. પરંતુ આ માટે તેને આર્થિક પ્રતિબંધોનો પણ સામનો કરવો પડ્યો છે. પ્રતિબંધોને કારણે દેશમાં વિદેશી ચલણની અછત સર્જાઈ છે. વિદેશોમાં દૂતાવાસો વિદેશી ચલણ પર જ ચાલે છે. ઉત્તર કોરિયાના દૂતાવાસોને દેશમાંથી સીધા નાણાં મળતા નથી, પરંતુ બાંધકામ તેમજ ગેરકાયદે વેપાર, દાણચોરી અને મની લોન્ડરિંગ દ્વારા દૂતાવાસને નાણાં પહોંચાડવામાં આવી રહ્યા છે.